Fri,19 April 2024,5:12 pm
Print
header

મહત્વની જાહેરાત, 3 મહિના સુધી તમે કોઇ પણ બેંકના ATM માંથી ચાર્જ વગર પૈસા ઉપાડી શકશો

નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કારણે દેશની ઇકોનોમીને મોટો ફટકો પડ્યો છે, ધંધા રોજગાર બંધ થઇ ગયા છે, કરોડો લોકો ઘરોમાં પુરાઇ રહ્યાં છે, ફાઇનાન્સને લગતા કામો અટકી ગયા છે, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે નાગરિકોને મદદરૂપ થવા કેટલીક મહત્વની જાહેરાત કરી છે, જેમાં નાણાંકીય વર્ષ 2018-19 માટે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ 31 માર્ચથી વધારીને 30 જૂન કરવામાં આવી છે, ટીડીએસ મોડો ચુકવવા પર વ્યાજ 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરાયું છે. સાથે જ પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવાની તારીખ પણ 30 જૂન સુધી લંબાવી દેવાઇ છે.

સરકાર દ્વારા જાહેરાત કરાઇ છે કે આગામી ત્રણ મહિનાઓ સુધી કોઇ પણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા પર લાગતો ચાર્જ શૂન્ય કરી દેવાયો છે, તમે કોઇ પણ બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો, તેના પર ત્રણ મહિના સુધી કોઇ જ ચાર્જ લાગશે નહીં સાથે જ ત્રણ મહિના માટે કોઇ બેંક મિનીમમ બેલેન્સને લઇને ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ વસૂલી શકશે નહીં, આ મામલે પણ સરકારે ગ્રાહકોને રાહત આપી છે, તમારે કોઇ પણ બેંકમાં મીનીમમ બેલેન્સ રાખવાની જરૂર નથી.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે સરકાર હાલમાં આર્થિક પેકેજ પર કામ કરી રહી છે, દેશમાં મંદીની સ્થિતીને પહોંચી વળતા થોડા જ સમયમાં આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch