Fri,19 April 2024,6:53 am
Print
header

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ RRR એ જીત્યો Golden Globe Awards, નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોંગનો મળ્યો એવોર્ડ

અમેરિકાઃ કેલિફોર્નિયાના બેવેર્લી હિલ્ટનમાં Golden Globe Awards 2023 ની શરૂઆત થઇ ચૂકી છે. આ એવોર્ડ શોમાં દુનિયાભરમાં પર્ફોમ કરનારી અનેક ઇન્ટરનેશનલ ફિલ્મો અને ટીવી શોનું સન્માન કરવામાં આવી રહ્યું છે,આ વર્ષે ઓટીટી પર ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સમય મુજબ આ શો 11 જાન્યુઆરીએ સવારે 6:30 વાગ્યાથી સ્ટ્રીમ થઈ રહ્યો છે. એસ.એસ.રાજામૌલી દિગ્દર્શિત અને જુનિયર એનટીઆર, રામચરણ અને આલિયા ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ 'આરઆરઆર'ના નાટુ નાટુ લોંગને બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો છે.

'આરઆરઆર'ના આ ગીતનું સંગીત એમ.એમ.કેરાવાનીએ આપ્યું છે, કાલ ભૈરવ અને રાહુલ સિપલીગંજે લખ્યું છે. બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં, "નાટુ-નાટુ" એ ટેલર સ્વિફ્ટ દ્વારા ગાયેલા "કેરોલિના", "સિયાઓ પાપા", "હોલ્ડ માય હેન્ડ", "ટોપ ગન: મેવરિક" અને "લિફ્ટ મી અપ" સાથે સ્પર્ધા કરી હતી એસ.એસ.રાજામૌલીની ફિલ્મ આરઆરએ આખી દુનિયામાં ડંકો વગાડ્યો હતો.આ ફિલ્મે વર્ષ 2022માં બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી.ફિલ્મની સ્ટોરી, એક્શન અને સોંંગને દર્શકોએ ખૂબ પસંદ કર્યાં હતા. 

ફિલ્મે ભારતમાં જ નહીં, વિશ્વભરમાં ઘણું નામ મેળવ્યું 

એસ.એસ.રાજામૌલીની 'બાહુબલી' અને 'બાહુબલી 2' પછીની આ ત્રીજી ફિલ્મ હતી, જેણે વિશ્વભરમાં ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને નામના અપાવી, રાજામૌલીને ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલમાં 'બેસ્ટ ડિરેક્ટર'નો એવોર્ડ પણ એનાયત કરાયો છે. ફિલ્મ 'આરઆરઆર'ના કાસ્ટ અને ક્રૂને પણ એચસીએ સ્પોટલાઇટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch