Wed,18 February 2026,11:37 am
Print
header

સુરતમાં 36 વર્ષના નાયબ મામલતદાર હિનીશા પટેલની આત્મહત્યા, તેમના પતિ પણ છે નાયબ મામલતદાર

  • Published By dilip patel
  • 2026-01-12 16:25:33
  • /

સુરતઃ ઓલપાડના મહિલા નાયબ મામલતદારે આપઘાત કરી લીધો છે. રાંદેર વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને 36 વર્ષીય નાયબ મામલતદાર હિનીશા પટેલે ગળેફાંસો ખાઈ લીધો હતો. દુપટ્ટાથી તેમને ગળે ફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી દીધી છે.

પતિ-પત્નિ એક જ કચેરીમાં સાથે નોકરી કરતા હતા. પતિ કેતન પટેલ કાર લેવા નીચે ઉતર્યા હતા. જે બાદ તેમની પત્ની નીચે ન આવતા કેતન પટેલે ઉપર જઈને તપાસ હાથ ધરતા હિનીશા બેડરૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા. જે બાદ પાડોશીઓ તાત્કાલીક દોડી આવ્યાં હતા.  

આ મામલે પોલીસને જાણ કરાતા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ આપઘાતનું  કારણ સામે આવ્યું નથી. મૃતક હિનીશા પટેલના પતિ પણ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. પરિવાર અને નજીકના લોકોની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch