આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરી
અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. આજે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધન કરીને ફરી એક વખત શિક્ષણના મુદ્દે રાજ્યની ભાજપ સરકારે ઘેરવાનું કામ કર્યું છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે સરકારી શાળા મુદ્દે મજબૂત લડત આપીને સરકારને કામ કરવું પડે એ માટે દબાણ ઊભું કર્યું છે. ભાજપના નેતાઓએ શિક્ષણનો વેપાર બનાવી દીધો છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓની સ્કૂલો બને એના માટે જ સરકારી સ્કૂલો ખાડે ગઈ છે. ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે,સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે.બેફામ ફી લઈને વાલીઓને લૂંટવામાં આવે છે.
દિલ્હી અને પંજાબમાં આપની સરકારે ખાનગી શાળાઓની ફી વધારવા પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હીમાં 7 વર્ષથી ખાનગી સ્કૂલોમાં ફી નથી વધી.પંજાબમાં પણ AAPની સરકાર બની ત્યારથી ખાનગી સ્કૂલોને ફી વધારા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સરકાર ઈચ્છે તો વાલીઓને લૂંટતા બચાવી શકે છે. ગુજરાતની લાચાર જનતા વતી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલને કેટલીક માગણીઓને લઈને પત્ર લખ્યો છે.
આપ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી 5 માંગણીઓ કરાઈ
1- ફ્રી વધારો બંધ કરવામાં આવે
2- જે સ્કૂલો ડોનેશન માંગે છે તે બંધ કરી કાર્યવાહી કરવામાં આવે
3- શિક્ષકોને પૂરતું વળતર આપવામાં આવે
4- FRC માં વાલીઓને લેવામાં આવે
5 - ખાનગી સ્કૂલો તેમની પાસેથી જ કપડાં અને બુકો લેવા માટે દબાણ ના કરે
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10
તાનાશાહ ભાજપે તો હવે હદ કરી નાખી છે, અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યાં ઇસુદાન ગઢવી- Gujarat Post | 2024-03-22 11:52:09