Wed,24 April 2024,6:53 pm
Print
header

ગેમના ચાહકો માટે મોટા સમાચાર, PUBGની જગ્યા લેશે FAU-G, આવી ગયું ટિઝર

નવી દિલ્હીઃ ભારત સરકારે ચીનની એપ્સ પર સર્જીકલ સ્ટ્રાઇક કરી છે. જેને કારણે 
PUBG ગેમ પર ભારતમાં બંધ થઇ ગઇ છે, જેના લાખો યુઝર્સ હતા, હવે આ ગેમની જગ્યા FAU-G લેશે, જેનું ટિઝર આજે રિલિઝ થતા જ છવાઇ ગયું છે, આ ગેમના ટિઝરમાં ચીન સાથેનો લદ્દાખ વિવાદ બતાવવામાં આવ્યો છે, જેમાં ભારતીય સેના ચીની સૈનિકોનો સફાયો કરીને શોર્ય દેખાડી રહ્યાં છે. 

FAU-Gનું ફુલ ફોર્મ Fearless and United Guards છે. આ ગેમના ફાઉન્ડર અને ncore gamesના ચીફ વિશાલ ગોન્ડલે જણાવ્યું છે કે નવી ગેમમાં થોડા સમય માટે બેટલ રોયાલ મોડ નહીં હોય અને નવેમ્બર 2020 સુધી આ ગેમ માર્કેટમાં આવી જશે. આ ગેમમાં ભારતીય સેનાનું શૌર્ય દેખાડાયું છે અને અનેક જુદા જુદા મિશનો હશે.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch