મૃતકો મોડાસાના સરડોઈ ગામ વતની હોવાનું સામે આવ્યું
એક જ ગામના 6 વ્યક્તિઓના મોતથી માતમ
સાબરકાંઠા: નેશનલ હાઈવે 48 પર બુધવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હિંમતનગર નજીક આવેલા જવાનગઢ પાટિયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસે આગળ જતી કારને પાછળથી જોરદાર ટક્કર મારતા 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માત શામળાજીથી હિંમતનગર તરફ આવતા હાઈવે પર સર્જાયો હતો. એક ખાનગી બસના ચાલકે પોતાના આગળ જઈ રહેલી કારને પાછળના ભાગે એટલી જોરદાર ટક્કર મારી હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ હાઈવે પર મોતની ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી.
પ્રાથમિક જાણકારી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનાર તમામ મુસાફરો મોડાસાના સરડોઈ ગામના હતા. તેઓ સરડોઈથી કૂંપ જઈ રહ્યાં હતા, ત્યારે માર્ગમાં જ કાળ ભેટી ગયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 8 લોકો પૈકી 2 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
ઘટનાની જાણ થતા જ ગાંભોઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થાનિક લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક જ ગામના 6 વ્યક્તિઓના મોતથી સરડોઈ પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
કલોલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસથી મોત | 2026-05-15 18:05:51
મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત | 2026-05-11 10:19:26