Fri,19 April 2024,2:29 pm
Print
header

ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost

ખેડૂતોને વળતર આપવામાં આવ્યું ન હોવાથી તેઓ સામાન ઉઠાવી ગયા

1988માં રકમ ના આપી તો કોર્ટે સામાન જપ્ત કરવાનું કહ્યું 

ગાંધીનગરઃ સચિવાલયમાં સરદાર સરોવર નર્મદા નિગમની કચેરીના પાંચમા માળે આવેલી લેન્ડ શાખામાં ખેડૂતોએ  ખુરશી, કોમ્પ્યુટર, પ્રિન્ટર, સીપીયુ, મોનિટર સહિતની વસ્તુઓ ઉઠાવી હતી, આ નજારો જોઇને અહીં ઉપસ્થિત લોકો પણ ચોંકી ગયા હતા, જો કે ખેડૂતોને વળતર આપવામાં આવ્યું ન હોવાથી તેઓ સામાન ઉઠાવી ગયા હતા.ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમને અમારું વળતર મળ્યું નથી અને કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

જમીન શાખાનો સામાન જેવો કે, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ખુરશી ઉઠાવીને લઇ જતા હતા. જે જોઈ શાખાના કર્મચારીઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ મામલે જ્યારે ખેડૂતોને પૂછવામાં આવ્યું કે તેઓ આ સમાન કેમ લઇ જઈ રહ્યાં છે. ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમને અમારી જમીનનું વળતર મળ્યું નથી અને કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

વર્ષ 1986 થી 225 રૂપિયા અમારું વળતર ચૂકવવાનું બાકી છે. અમે બે વખત વોરંટ લઇને આવ્યાં પરંતુ નર્મદા નિગમે અમે અમારું વળતર ચૂકવ્યું જ નહીં. તેથી અમે ફરી આવ્યાં અને અમારા બાકી વળતરના બદલામાં ઓફિસનો સામાન લઇ જઈ રહ્યાં છીએ. જોકે, આ મામલે ખેડૂતોના વકીલે જણાવ્યું હતું કે, 1988 માં વડોદરાના અભોળ ગામની જમીન સંપાદિત કરવામાં આવી હતી. તે જમીનનું વળતર પ્રતિ વારે આપવા નક્કી કરાયું હતું. હાઈકોર્ટે 1625 રૂપિયા વળતર આપવા હુકમ કર્યો હતો. પરંતુ સંપાદન ખાતાએ 1400 રૂપિયા ચૂકવ્યાં હતા અને 225 રૂપિયા આપ્યાં ન હતા તેથી કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch