Wed,24 April 2024,6:23 am
Print
header

પાકિસ્તાની અખબારોમાં મોદીને નીચું દેખાડાયું, લખ્યું કે કિસાનો સામે ઝુકવું જ પડ્યું

વિદેશી અખબારોએ કૃષિ કાયદા પાછા ખેંચવાના નિર્ણયને મોદીની હાર ગણાવી 

નવી દિલ્હીઃ પીએમ મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરતા દેશભરમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાષ્ટ્ર સંબોધન દરમિયાન મોદીએ ખેડૂતોના પડકારોને દૂર કરવાનુ નામ લઇને આ મોટી જાહેરાત કરી છે, ખેડૂતોના જોરદાર આંદોલનથી કૃષિ કાયદાઓને પાછા ખેંચવા સરકારે મજબૂર થવું પડ્યું છે. હવે કૃષિ કાયદાઓને મોદી સરકાર દ્વારા પરત લેવામાં આવ્યાં  છે. આજે સવારથી જ સમગ્ર દેશમાં તેની ચર્ચાઓ થઈ રહી છે. વર્લ્ડ મીડિયા પણ તેના પર સતત નજર રાખી રહ્યું છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને પાકિસ્તાનની વેબસાઈટ્સે અને ન્યૂઝપેપર્સે આ સમાચારોને હોમપેજ પર જગ્યા આપી છે. પ્રસિદ્ધ થયેલા આ તમામ સમાચારનો સાર કાઢવામાં આવે તો નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની માંગ આગળ નમવું પડ્યું છે, મોદી સરકાર હારી અને ખેડૂતો જીત્યા છે. 

અહીં જાણીએ કે વર્લ્ડ મીડિયા કિસાન આંદોલન અને આ ત્રણ કાયદાઓને પરત લેવા વિશે શું કહી રહ્યું છે. પાકિસ્તાનની સૌથી મોટી ન્યૂઝ વેબસાઈટ dawn.comએ એજન્સીના ઈનપુટની સાથે પોતાની વેબસાઈટ પર આ ન્યુઝ ચલાવ્યાં. હેડિંગમાં જ લખ્યું- કૃષિ કાયદા પર મોદીએ પગલા પાછા ખેંચવા પડ્યા. geo.tv અને tribune.com.pk જેવી મહત્ત્વની વેબસાઈટ્સના સમાચારનો સાર પણ લગભગ આ જ હતો. ધ ડોને શીખ ખેડૂતોનો એક-બીજાને મીઠાઈ ખવડાવતા ફોટો લગાવ્યાં. સાથે જ વડાપ્રધાન મોદીએ શુક્રવારે કરેલા રાષ્ટ્રના નામના સંબોધનનો વીડિયો પણ લગાવ્યો હતો. તેમાં તેમણે કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. પાકિસ્તાન મીડિયા કહી રહ્યું છે કે આ મોદીની મોટી હાર છે.

ભારતમાં જેવું મોદીએ સંબોધન શરૂ કર્યું થોડીક જ મિનિટ પછી કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરવામાં આવી. તેની થોડી જ મિનિટ પછી ન્યૂયોર્ક ટાઈમ્સે વેબસાઈટ પર આ સમાચાર ફલેશ કર્યાં હતા લખ્યું હતુ કે લગભગ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન પછી પ્રધાનમંત્રી મોદીએ પોતાનો અભિગમ બદલવો પડ્યો. સરકારે સોફટ એપ્રોચ કરવાનો નિર્ણય કર્યો છે. આંદોલન કરી રહેલા ખેડૂતોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ ખેડૂતોમાં શીખોની સંખ્યા વધુ હતી.કદાચ આ કારણે જ મોદીએ પ્રકાશ પર્વ પર આ નિર્ણયની જાહેરાત કરી છે.

બ્રિટિશ ન્યૂઝ પેપર the Guardianએ લખ્યું- 2020માં જ્યારે કૃષિ કાયદા લાવવામાં આવ્યાં હતા, ત્યારે લાગ્યું હતુ કે સરકાર કૃષિનો સમગ્ર ઢાંચો બદલવા માંગે છે. દેશની 60 ટકા વસ્તી એગ્રીકલ્ચર સેક્ટર પર ડિપેન્ડ છે. આ પગલા પર દરેકની નજર હતી પરંતુ ખેડૂતોને આ કાયદા માન્ય ન હોવાથી દેશમાં મોટું આંદોલન શરૂ થયું હતુ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch