Wed,24 April 2024,11:21 am
Print
header

ખેડૂતોનું અપમાન કરતી ભાજપને ખેડૂત સન્માન દિવસની ઉજવણી કરવાનો હક નથીઃ AAP

ખેડૂતને પાકની પુરતી કિંમત મળતી નથી, વિમાન કંપનીઓને 50 ટકા કિંમતે પેટ્રોલ અને ખેડૂતો પાસે ડીઝલના પુરા પૈસા વસૂલાય છે.

ખેડૂતોને જમીન માપણીમાં અન્યાય કરનાર કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ફળ

ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે ખેડૂત વિરોધ કાયદા લવાયા 

ગાંધીનગરઃ ભાજપની વિજય રૂપાણી સરકાર તેના પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે. આજે રાજ્ય વ્યાપી ખેડૂત સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ  કરવામાં આવી રહ્યો છે. આપે ભાજપ સરકારને ખેડૂત વિરોધી પાર્ટી ગણાવી છે.  

આમ આદમી પાર્ટીના નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું કે ભાજપ સરકાર ખેડૂત વિરોઘી છે. કારણ કે ખેતી માટે જરૂરી વીજળી અને પાણી મળતા નથી. ખેડૂતોના પાકને ભૂંડ અને રોઝડા નુકસાન કરે છે આ માટે ફેન્સીગ બનાવવા માટે પુરતી મદદ મળતી નથી. સૌથી મોટી દુઃખની વાત એ છે કે આજે વિમાન કંપનીઓને ફાયદો કરાવવા માટે 50 ટકા સબસિડીથી ઇંધણ પૂરું પાડવામાં આવે છે. ખેડૂતોને ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલમાં કોઇ સબસિડી ન મળતા ડીઝલ અંદાજે 100 રૂપિયાના ભાવે ખરીદવુ પડે છે. જેથી ખેતી મોંઘી બની છે. બિયારણ મોંઘુ બન્યુ છે, કેટલાંક સ્થળોએ નકલી બિયારણને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી ભાજપ સામેની તેની લડાઇ તેજ બનાવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch