Fri,26 April 2024,3:52 am
Print
header

ત્રણેય કૃષિ કાયદાઓને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ કૃષિ કાયદા પર દેશની સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપીને 3 નવા કૃષિ કાયદા પર રોક લગાવી દીધી છે. કોર્ટના બીજા આદેશ સુધી આ કાયદો લાગુ નહીં કરી શકાશે એમ કોર્ટે કહ્યું છે. 48 દિવસથી આંદોલન કરી રહેલાં ખેડૂતોની આ અડધી જીત છે. સુપ્રીમ કોર્ટે આ કાયદા પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરી છે. કોર્ટે હરસિમરતમાન, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, ડો. પ્રમોદ કુમાર જોશી અને અનિલ ધનવંતના નામ કમિટીના સભ્યો તરીકે સૂચવ્યાં છે. જો કે ખેડૂતો કોર્ટના આદેશથી ખુશ નથી, ખેડૂતાના વકીલ શર્માએ કહ્યું કે કિસાન સંગઠન સુપ્રીમ કોર્ટે તરફથી બનાવાયેલી સમિતીના પક્ષમાં નથી. ખેડૂતો આ કમિટી સમક્ષ જવા માંગતા નથી. સામે કોર્ટે કહ્યું કે ખેડૂતો સરકાર સાથે વાત કરવા માટે જઇ શકે છે તો કમિટી સામે જવામાં શું વાંધો છે ? 

કિસાન સંગઠનોના વકીલ એમએલ શર્માએ કહ્યું કે ઘણા લોકો વાતચીત માટે આવ્યાં છે પરંતુ મુખ્ય વ્યક્તિ પ્રધાનમંત્રી આવ્યાં નથી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે પીએમને વાતચીત કરવા માટે ન કહીં શકીએ. તે આ મામલામાં પાર્ટી નથી.ખેડૂતોના વકીલ એમ એલ શર્માએ કહ્યું કે મેં ખેડૂતો સાથે વાત કરી છે, પરંતુ ખેડૂતો કમિટીની સામે હાજર થવા તૈયાર નથી. ખેડૂતો માત્ર કાયદો રદ કરવા માંગે છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા (સીજેઆઇ) બોબડેએ કહ્યું કે કમિટીની રચના કરવાનો અમારો અધિકાર છે, જે લોકો વાસ્તવમાં સમાધાન ઇચ્છે છે તે કમિટી પાસે જઇ શકે છે. સીજેઆઇ કહ્યું કે સમિતિ અમે અમારા માટે બનાવી છે. કમિટી અમને રિપોર્ટ આપશે કમિટી પાસે વકીલ, ખેડૂત કે અન્ય માધ્યમથી જઇ શકે છે.

કોર્ટે કહ્યું અમે ખેડૂત આંદોલનની સમસ્યાને સારી રીતે ઉકેલ લાવવાની કોશિશ કરી રહ્યાં છીએ. કાયદો સ્થિગત કરવા માટે આપણે એક શકિતનો ઉપયોગ કરવો પડશે. કોર્ટે કહ્યું કે અમારા માટે મહત્ત્વનું સમસ્યાનું સમાધાન છે. અમે જમીની હકીકત જાણવા માંગીએ છીએ. એટલા માટે કમિટીની રચના કરવામાં આવી છે. સીજેઆઇએ કહ્યું કે અમે શરતી રીતે કાયદો સ્થગિત કરવા માંગીએ છીએ, પરંતુ અનિશ્ચિત સમય માટે નહીં અમે નકારાત્મક વાતો નથી ઇચ્છતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch