Fri,26 April 2024,1:10 am
Print
header

હરિયાણાઃ IAS ઓફિસર ધર્મેન્દ્ર સિંહની ધરપકડ, 1.10 કરોડની લીધી હતી લાંચ

ફરીદાબાદઃ હરિયાણામાં IAS ઓફિસર ધર્મેન્દ્ર સિંહની ધરપકડ કરાઇ છે. તેમની સામે એવો આરોપ છે કે તેમને સરકારી ટેન્ડર આપવાના બદલામાં દિલ્હીના રહેવાસી લલિત મિત્તલ પાસેથી 1 કરોડ 10 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. કોન્ટ્રાક્ટરનું કામ ન થતાં તેણે રિફંડની માંગણી કરી હતી, ત્યાર બાદ અધિકારીએ પૈસા પાછા આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

ફરીદાબાદ પોલીસ સ્ટેશન કોતવાલીમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરીદાબાદ પોલીસે આ મામલાની તપાસ કરી અને માહિતી એકત્ર કર્યા બાદ IAS ધર્મેન્દ્ર સિંહની મોડી રાત્રે તેના નિવાસસ્થાન ગુરુગ્રામમાંથી ધરપકડ કરી હતી, જેને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવશે.

કોણ છે આ અધિકારી

IAS અધિકારી ધર્મેન્દ્ર સિંહ ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડિશનલ કમિશનર રહી ચૂક્યા છે. એસઆઈટીની ટીમે તેમની ગુરુગ્રામ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી હતી. ધર્મેન્દ્ર સિંહે સોનેપત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની સાથે હરિયાણા ભવનના એડિશનલ રેસિડેન્ટ કમિશનરનું પદ સંભાળ્યું છે. નવી દિલ્હીના રહેવાસી મેસર્સ હરચંદ દાસ ગુપ્તા કન્સ્ટ્રક્શન કંપનીના માલિક લલિત મિત્તલે જૂન 2022માં ફરીદાબાદ કોતવાલી પોલીસ સ્ટેશનમાં રૂ. 1.10 કરોડ પચાવી પાડવા માટે FIR નોંધાવી હતી. લલિત મિત્તલને કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો તેથી તેમને ફરિયાદ નોંધાવી હતી.

રૂ. 200 કરોડનું કૌભાંડ

ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખોટી રીતે રૂ. 200 કરોડની ચૂકવણીનું કૌભાંડ સામે આવ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરોએ બે ચીફ એન્જિનિયર, કોન્ટ્રાક્ટર અને અન્યની પણ ધરપકડ કરી છે. મહાનગરપાલિકાના પૂર્વ કમિશનરોની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં 3 IAS અધિકારીઓ તપાસ ટીમના રડાર પર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch