Sat,20 April 2024,2:43 pm
Print
header

ગુજરાતના આ શહેરમાંથી પકડાયું બોગસ RC બુક કૌભાંડ, જાણો વધુ વિગતો

આણંદઃ રાજ્યમાં RTOમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો અવાર-નવાર ઉઠતી રહે છે. આ ભ્રષ્ટાચારના છેડા એટલા લાંબા હોય છે તેને અટકાવવો એ એક મોટો પડકાર છે. આણંદ LCB પોલીસે RTO એજન્ટનું કામ કરતા 2 ઇસમોને ઝડપી બોગસ RC બુકના રાજ્ય વ્યાપી કૈભાંડનો પર્દાફાશ કર્યો છે.આ અંગે નકલી RC બુકો દ્વારા કેટલા વાહનોની લે-વેચ થઈ છે. અને ફાઈનાન્સ કંપનીઓ તથા તેની એજન્સીઓ દ્વારા પણ આવી રીતે ઉપયોગ કરી બોગસ RC બુકોથી વેપાર કર્યો છે કે કેમ ? તે અંગે પણ વધુ તપાસ હાથ ધરાઈ છે.

કેવી રીતે ઝડપાયું આ કૌભાંડ ?

4 સપ્ટેમ્બર 2021 ના રોજ આણંદ LCB પોલીસને બાતમી મળી હતી કે, ઉમરેઠના ગુલામ મોહંમદ પાસેથી અલગ અલગ RTO ની કુલ 16 RC બુકો મળી આવેલી છે. જેથી પકડેલી RC બુકો બાબતે તપાસ કરવી જરૂરી હોવાથી જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન ઝડપાયેલા ઈસમ પાસેથી મળેલી RC બુકોને અમદાવાદ ખાતેના RC બુક સેન્ટર, કચેરીમાં ચીપ રીડર મારફતે ખાતરી તપાસ કરાવતા તમામ સ્માર્ટ કાર્ડ ચિપમાં રહેલી માહિતી તથા કાર્ડ ઉપર છાપેલી માહિતી અલગ અલગ હોવાનુ જણાઇ આવ્યું હતું.

કેવી રીતે બનાવતા હતાં બોગસ RC બુક

આ મામલે LCB પોલીસે પૂછપરછ કરતા બનાવટી આર.સી. બુકો બનાસકાંઠાના વડગામ તાલુકાના રજોસણા ગામે રહેતા તારીફ અબ્દુલ હમીદ માકણોજીયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેની પૂછપરછ કરતા કબૂલ્યું કે આ તમામ સ્માર્ટકાર્ડ પોતાના લેપટોપમાં તૈયાર કરીને પ્રિન્ટરથી કોપી કાઢી હોવાની રાજ્યના ઓળખીતા એજન્ટોને વેચતો હતો. જેને આધારે આણંદ ટાઉન પોલીસે 8 સપ્ટેમ્બર 2021ના રોજ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch