Fri,19 April 2024,8:53 pm
Print
header

નકલી PSI ટ્રેનિંગ કેસઃ 2 પીઆઇ અને 4 એડીઆઈ જવાનોને કરાયા સસ્પેન્ડ- Gujarat Post

ગાંધીનગરઃ નકલી પીએસઆઈ ટ્રેનિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યાં છે. કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડેમીમાં તાલીમ દરમિયાન નકલી PSI ઝડપાયો હતો. મયૂર તડવી નામનો આરોપી પરીક્ષા પાસ કર્યાં વિના તાલીમ લઇ રહ્યો હતો.
આ મુદ્દે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.આ કેસમાં 4 ADI અને 2 PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

હજુ અન્ય અધિકારીઓ સામે પણ થઇ શકે છે કાર્યવાહી 

ડભોડા પોલીસ મથકમાં નકલી PSI મયુર તડવીની સામે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા મામલે ગુનો દાખલ થયેલો છે.જે સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી છે. નકલી PSI મયૂર તડવી કરાઈમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. મયૂર તડવીએ બીજા ઉમેદવારના કોલલેટરમાં છેડછાડ કરી હતી. ઓળખીતાના કોલલેટરમાં છેડછાડ કરીને મયૂરે કરાઈમાં પ્રવેશ મેળવ્યો હતો. ST ઉમેદવારની યાદીમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું.ત્યારે મયુરે વિશાલનું નામ એડિટ કરી પોતાનું નામ મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું.ફેક કોલ લેટર લઈને મયૂર તડવી ટ્રેનિંગ માટે અંદર ઘૂસી ગયો હતો અને ટ્રેનિંગ લેતો હતો. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch