Fri,26 April 2024,4:20 am
Print
header

નકલી PSI મયુર તડવીના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

ગાંધીનગરઃ નકલી PSI મયુર તડવીના રિમાન્ડ પૂર્ણ થતા તેને ગાંધીનગર સેશન્સ કોર્ટમાં હાજર કરાયો હતો. પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતા મયુરને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. પોલીસે સાયન્ટિફિક ટેસ્ટ કરવા માટે કોર્ટમાં માગણી કરી હતી. આરોપી મયુર તડવીના LVA અને SDS ટેસ્ટ કરવા કોર્ટે મંજૂરી આપી હતી. મયુર તડવીના સાયન્ટિફિક પુરાવાને આધારે તપાસ માટે કોર્ટે મંજૂરી આપી હતી.

કરાઇ પોલીસ એકેડમીમાં નકલી પીએસઆઇ મુદ્દે પોલીસે ગત એક માર્ચે આરોપી મયુર તડવીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને ગાંધીનગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. તેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

થોડા દિવસ પહેલા નકલી PSI મયુર તડવી કેસમાં 4 ADI અને 2 PIને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. કરાઈ એકેડેમીમાં તાલીમ દરમિયાન આ નકલી PSI ઝડપાયો હતો. મયુર તડવી નામનો આરોપી પરીક્ષા પાસ કર્યાં વિના તાલીમ લઇ રહ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch