રાજકોટ: સરકારી અધિકારીઓનો સ્વાંગ રચી વેપારીઓ-ઉદ્યોગપતિઓ પાસેથી તોડબાજી કરતા રીઢા ગઠિયાઓની કરતૂતો અવારનવાર સામે આવતી રહે છે. રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમે ગાંધીનગર સચિવાલયના શ્રમ અને રોજગાર વિભાગના ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી જેતપુરના એક કારખાનેદાર પાસેથી રૂપિયા 40 હજારની ખંડણી માંગી રૂ. 10 હજાર પડાવી લેનાર અમદાવાદના શાતિર ભેજાબાજ રાજેશ ઉર્ફે રાજુ ત્રિવેદીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપી અગાઉ એક- બે નહીં પરંતુ પાંચ-પાંચ વખત જુદા જુદા વિભાગોનો નકલી અધિકારી બની લોકોને છેતરી ચૂક્યો છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના જણાવ્યાં અનુસાર, થોડા સમય અગાઉ જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા એક કારખાનામાં દરોડો પાડી બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવ્યાં હતા. આ ઘટનાની વિગતો મેળવી આરોપી રાજેશ ત્રિવેદીએ કારખાનેદારને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો હતો અને પોતે સચિવાલયમાંથી 'પટેલ સાહેબ' બોલે છે તેવી ઓળખ આપી હતી.
તેણે ધમકી આપી હતી કે, તમારી વિરુદ્ધ ગંભીર કાર્યવાહી થઈ છે. તમારું કારખાનું બંધ કરાવી ક્લોઝર નોટિસ પાઠવવાની તૈયારી છે. જો આ મામલે પતાવટ કરવી હોય તો રૂ. 40,000 આપવા પડશે. ત્યાર બાદ આરોપી રૂબરૂ કારખાને પહોંચ્યો હતો અને તમે બાળકો પાસે મજૂરી કરાવો છો, પૂરતું ખાવાનું આપતા નથી, કોઈ બાળક મરી જશે તો ? તેમ કહીને ધમકી આપી હતી.
કારખાનેદારે ગભરાઈને તત્કાલ રૂ. 10000 રોકડા આપ્યાં હતા અને બાકીના રૂ. 30000 આંગડિયા મારફતે મોકલી આપવાનું નક્કી કર્યું હતું. જો કે, રોકડ મેળવ્યાં બાદ કહેવાતા ‘પટેલ સાહેબે’ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં કારખાનેદારને શંકા ગઈ હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતાં એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીને દબોચી લીધો હતો.
પોલીસ દફતરે તપાસ કરતાં આરોપી રાજેશ ત્રિવેદી વિરુદ્ધ અમદાવાદ, ગાંધીનગર, સુરત અને અમરેલીમાં કુલ 9 ગંભીર ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. તે અગાઉ 5 વખત સરકારી અધિકારી તરીકે ઝડપાઈ ચૂક્યો છે.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
રાજકોટમાં કંપાવનારી ઘટના: તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય | 2026-10-09 18:00:15
રાજકોટઃ ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપીને શિક્ષકે 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું | 2026-10-02 17:38:12
રાજકોટના વાવડીમાં ક્રેનની ઠોકરે યુવકનું કમકમાટીભર્યું મોત: ટક્કર બાદ ચાલકે રિવર્સ લેતાં ક્રેન નીચે કચડાઇ ગયા | 2026-09-29 17:54:58
ગોંડલ પાસે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત, 13 વર્ષનો માસૂમ વ્રજ પણ ન બચી શક્યો | 2026-09-27 15:45:48
રાજકોટની મોડેલ સાથે મેટ્રિમોનિયલ સાઇટ મારફતે છેતરપિંડી: વડોદરાના બિલ્ડરે રૂ.100 ના સ્ટેમ્પ પર બોગસ લગ્ન કરી દુષ્કર્મ આચર્યું | 2026-09-27 10:12:34