Sat,20 April 2024,6:51 pm
Print
header

ગાંધીનગરઃ રૂપિયા 30 લાખની નકલી નોટ જપ્ત, ઘરમાં જ છપાતી હતી નકલી નોટ

ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એક વખત નકલી ચલણી નોટનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. ગાંધીનગરના સરગાસણમાં એક શખ્સ પોતાના ઘરે જ નકલી નોટ છાપીને તેને માર્કેટમાં મોકલતો હતો. તેની પાસેથી 2000, 100 અને 500ના દરની નકલી ચલણી નોટનો મોટો જથ્થો જપ્ત કરાયો છે.

આરોપી સંતોષ કચરાભાઈ રાવળને માણસા પોલીસે ઝડપી લીધો છે તે જ્યારે નકલી નોટનો જથ્થો વિજાપુરમાં કોઇને સપ્લાય કરવા જતો હતો ત્યારે જ પોલીસે તેને ઝડપી લીધો છે તેની પાસેથી 30 લાખ રૂપિયાની નકલી કરન્સી મળી આવી છે જ્યારે પોલીસ તેને લઇને સરગાસણ પહોંચી ત્યારે તેના ઘરેથી પ્રિન્ટર, કાગળ અને અન્ય ઇલેક્ટ્રીક સામાન જપ્ત કરાયો છે આરોપી અહીં ઘરમાં જ નકલી નોટ છાપતો હતો. તેની સાથે અન્ય કોણ જોડાયેલા છે અને તે નોટ કોણે આપવા જતો હતો તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch