Wed,24 April 2024,3:34 am
Print
header

માર્કેટમાં આવી ગઇ છે નકલી કોરોનાની રસી, જાણો ઇન્ટરપોલે શું કહ્યું ?

ચીનઃ ગ્લોબલ પોલીસ સંગઠનએ કહ્યું કે ચીન અને દક્ષિણ આફ્રીકાની પોલીસે કોરોનાની રસીના હજારો નકલી ડોઝ જપ્ત કર્યાં છે. ઈન્ટરપોલે ચેતવણી એ હતી કે એક કોઈ મોટા રેકેટનો એક નાનકડો હિસ્સો હોઈ શકે છે. ઈન્ટરપોલે કહ્યું કે દક્ષિણ આફ્રીકામાં જોહાંસબર્ગના બહારના વિસ્તારોમાં બનેલા ગોડાઉનમાં નકલી કોરોનાની રસીની 400 શીશીઓ મળી છે. આ શીશીઓથી 2400 લોકોને રસી લગાવી શકાય છે. સ્થળ પરથી મોટા જથ્થામાં નકલી માસ્ક પણ મળી આવ્યાં છે.દરમિયાન ચીનના 3 અને જામ્બિયાના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ઈન્ટરપોલમાં મહાસચિવ જુએરગેન સ્ટોકે કહ્યું કે આ રેડનું અમે સ્વાગત કરીએ છીએ. પરંતું અમને લાગે છે કે આ કોઈ મોટા રેકેટનો સાવ નાનકડો ભાગ છે. ચીનમાં પણ પોલીસ નકલી રસી વેચનાર ગેંગની શોધ કરી રહી છે. ઈન્ટરપોલ બન્ને દેશોમાં ઉજાગર થયેલા મામલાની તપાસને સપોર્ટ કર્યો છે.

ચીનમાં પોલીસે નકલી કોરોનાની રસી બનાવી રહેલી મેન્યૂફેક્ચરિંગ યુનિટમાં રેડ મારી હતી. દરમિયાન 80 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી અને 3 હજાર નકલી રસી મળી. ઈન્ટરપોલે કહ્યું કે તેમને માહિતી મળી છે. નકલી રસી બનાવનારી ગેંગે પોતાની ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ પણ તૈયાર કરી છે. અનેક પ્રાઈવેટ નર્સિંગ હોમ- હોસ્પિટલ પણ આમાં સામિલ છે.

જૂએરગેન સ્કોટે કહ્યું કે હજું કોઈ માન્યતા પ્રાપ્ત રસી ઓનલાઈન વેચાણ માટે મુકાઈ નથી.તેવામાં જો કોઈ સંસ્થા ઓનલાઈન રસી આપવાની ઓફર આપે છે તો સમજી જજો કે તે ફેક છે. તમારા સ્વાસ્થ્યને સંકટ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch