Thu,18 April 2024,9:00 am
Print
header

ગાંધીનગરઃ આરોપીઓ બોગસ કોલસેન્ટરમાંથી આવેલા ડોલર બિટકોઇનમાં ટ્રાન્સફર કરી દેતા હતા

ગાંધીનગરઃ અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બોગસ કોલ સેન્ટર ચાલી રહ્યાં છે જેમાં લોન, વીમા પોલીસી અને ટેક્સના નામે વિદેશી નાગરિકો પાસેથી ડોલર પડાવવામાં આવતા હોય છે આવું જ વધુ એક કોલ સેન્ટર અડાલજ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડાયું છે. જ્યાં પકડાયેલા અફઘાનિસ્તાન અને મોઝામ્બિકના યુવકો નકલી કોલ સેન્ટર મારફતે વિદેશીઓને લૂંટી રહ્યાં હતા.

વૈષ્ણૌદેવી સર્કલ પાસે ખોરજના એક ફ્લેટમાં જ્યારે પોલીસે રેડ કરી ત્યારે ફ્લેટના 13 માં માળેથી આ શખ્સોએ લેપટોપ અને મોબાઇલ નીચે ફેકી દીધા હતા જો કે આ તમામ વસ્તુઓ પોલીસે કબ્જે કરી લીધી છે. આરોપી ઇબ્રાહીમો મોમાદ ઈકબાલ (અફઘાનિસ્તાન) અને પાસુન મનલઈ (મોઝામ્બિક) ની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અમેરિકી નાગરિકો પાસેથી ડોલર પડાવી લેતા હતા, કોલ કરીને તેઓ નાગરિકોને કોઇને કોઇ લાલચ આપતા હતા બાદમાં જુદા જુદા બેંક એકાઉન્ટમાં ડોલર નખાવતા હતા, બાદમાં ડોલરને બિટકોઇનમાં કન્વર્ટ કરી લેતા હતા. હાલમાં આ કેસની તપાસ થઇ રહી છે જેમાં ટૂંક સમયમાં જ સામે આવશે કે આ શખ્સોએ અત્યાર સુધી કેટલા ડોલર વિદેશી નાગરિકો પાસેથી પડાવી લીધા છે. સાથે જ અન્ય વ્યક્તિઓની સંડોવણીની પણ તપાસ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch