Sat,08 August 2026,9:48 pm
Print
header

Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ

  • Published By Mahesh patel
  • 2026-07-13 16:49:15
  • /

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના ના નામે એક અખબારી અહેવાલ કે માહિતી આપતી પોસ્ટ વ્યાપક પ્રમાણમાં વાયરલ થઈ રહી છે. આ વાયરલ મેસેજમાં બાળકોના કલ્યાણ અને આર્થિક સહાયને લગતા વિવિધ લોભામણા દાવાઓ કરવામાં આવ્યા છે, જેના કારણે રાજ્યના સામાન્ય નાગરિકોમાં મુંઝવણ અને ઉત્સુકતા ઊભી થઈ છે.

ગુજરાત સરકારના સત્તાવાર વિભાગોના ધ્યાને આ બાબત આવતા જ તેની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ગુજરાત સરકાર દ્વારા 'મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના' નામની કોઈ જ યોજના હાલમાં અમલમાં નથી. સોશિયલ મીડિયા પર જે લિંક કે વિગતો શેર કરવામાં આવી રહી છે તે સંપૂર્ણપણે કાલ્પનિક, પાયાવિહોણી અને અસત્ય છે. અસામાજિક કે ગેરમાર્ગે દોરતા તત્વો દ્વારા જનતાની છેતરપિંડી કરવાના અથવા ભ્રમ ફેલાવવાના ઈરાદાથી આ પ્રકારનો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની આશંકા છે.

રાજ્ય સરકાર દ્વારા તમામ નાગરિકોને  આ પ્રકારે સોશિયલ મીડિયામાં વહેતી થતી કોઈ પણ અફવાઓ અથવા બિનસત્તાવાર મેસેજીસ પર બિલકુલ વિશ્વાસ ન કરવા તથા આવી કોઈ પણ પોસ્ટને ચકાસ્યા વિના અન્ય વ્યક્તિઓ કે ગ્રુપમાં ફોરવર્ડ (શેર) ન કરવા અપીલ કરી હતી.

કોઈ પણ સરકારી યોજના અંતર્ગત સહાય મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં કે અંગત વિગતો સબમિટ કરતા પહેલાં તેની સત્યતા તપાસવી અનિવાર્ય છે.

ગુજરાત સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ, તેની પાત્રતા અને સત્તાવાર જાહેરાતોની સાચી માહિતી મેળવવા માટે માત્ર સરકારની અધિકૃત વેબસાઈટનો જ ઉપયોગ કરવા જણાવ્યું છે.   

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch