Fri,19 April 2024,11:05 am
Print
header

BIG NEWS- ગુજરાતમાં ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, ધોરણ-10,12ની પરીક્ષાઓ મોકૂફ

ગાંધીનગરઃ દેશમાં કોરોના વાઇરસના કહેરને કારણે સ્કૂલોમાં શિક્ષણકાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે માત્ર ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે આ બધાની હવે ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી દીધી છે. 
ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ કરી દેવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગના આગામી આદેશ પછી જ આ પરીક્ષાઓને લઇને કોઇ મહત્વનો નિર્ણય લેવામાં આવશે. ધોરણ-10 અને 12 ની પરીક્ષાઓ આગામી 10 થી 25 મે ની વચ્ચે યોજાવાની હતી પરંતુ હવે તે યોજાશે નહીં.

સીબીએસઇએ ધોરણ-10ની પરીક્ષા રદ્ કરી છે અને ધોરણ 12ની પરીક્ષા મોકૂફ કરી છે જેને પગલે ગુજરાતમાં ઓલ વાલી મંડળે પણ પરીક્ષાઓ મોકૂફ કરવા રાજ્ય સરકાર પાસે માંગ કરી હતી અને આજે સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે. કોરોનાની ભયાનક સ્થિતીને ધ્યાનમાં રાખીને લાખો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઇને આ મહત્વનો નિર્ણય કરાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch