Sat,20 April 2024,5:23 am
Print
header

ટ્વીટર સામે રોષે ભરાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું સોશિયલ મીડિયા કર્યું લોન્ચ

ટ્રમ્પના વિવાદિત ટ્વીટ બાદ ટ્વીટરે ટ્રમ્પનું એકાઉન્ટ કર્યું હતુ બંધ 

વોશિંગ્ટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સોશિયલ મીડિયાનો મોહ છૂટતો નથી.ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું, હું મારું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' શરૂ કરી રહ્યો છું. ટ્રમ્પનું આ પ્લેટફોર્મ ટ્વિટર જેવું જ હશે, જેના પર યુઝર્સ તેમના વિચારો, ફોટા અને વીડિયો શેર કરી શકશે.

ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ અને તેની 'ટ્રુથ સોશિયલ' એપ લોન્ચ કરવાનો ધ્યેય મોટી ટેક કંપનીઓ માટે પ્રતિસ્પર્ધી બનાવવાનો છે કે જેમણે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. અમે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં તાલિબાનની ટ્વિટર પર મોટી હાજરી છે, છતાં તમારા મનપસંદ અમેરિકી રાષ્ટ્રપતિને ચૂપ કરી દેવામાં આવ્યાં હતા, આ અસ્વીકાર્ય છે.
 

ટ્રમ્પનું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીડિયો-ઓન-ડિમાન્ડ સેવાનું આયોજન કરી રહી છે. જેમાં મનોરંજન પ્રોગ્રામિંગ, સમાચાર અને પોડકાસ્ટનો સમાવેશ થશે. ટ્રમ્પ પોતાનું સોશિયલ મીડિયા શરૂ કર્યા બાદ હવે શું કરશે તેના પર સૌની નજર રહેશે. અગાઉ ટ્રમ્પ જ્યારે ચૂંટણી હાર્યા હતા ત્યારે લોકોએ તેમના સમર્થનમાં સંસદ બહાર હોબાળો કર્યો હતો અને ટ્રમ્પે તેમની પ્રશંસા કરતા ટ્વીટ કર્યાં હતા જેથી ટ્વવીટરે તેમનું એકાઉન્ટ બ્લોક કર્યું હતુ જેથી તેઓ ટ્વીટર સામે રોષે ભરાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch