Sat,13 June 2026,2:50 pm
Print
header

નીતિન પટેલનું પિક્ચર પૂરું કરી નાખ્યું, ભાજપ કોર્પોરેટરનો ઓડિયો વાઈરલ, પૂર્વ ડેપ્યુટી CMએ હાઈકમાન્ડને કરી રજૂઆત

  • Published By
  • 2026-05-23 18:59:59
  • /
  • 5 મીનિટની વાતચીતમાં 25 વખત અપશબ્દો બોલવામાં આવ્યાં 
  • ભાજપ પ્રદેશ નેતાઓને મોકલી ક્લિપ

મહેસાણા: મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થતાં જ રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. વોર્ડ-8માંથી ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની એક ઓડિયો ક્લિપ બે દિવસથી સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહી છે. આ ક્લિપમાં ચંદ્રકાંત પટેલ ભાજપના જ એક અન્ય નેતા સાથે ચૂંટણી મુદ્દે વાતચીત કરી રહ્યાં છે, જેમાં તેમણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરૂદ્ધ ગંભીર અને અપમાનજનક ટિપ્પણીઓ કરી છે.

અંદાજે 5 મીનિટ ચાલેલી આ વાતચીતમાં કોર્પોરેટર ચંદ્રકાંત પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ માટે 25થી વધુ વખત અપમાનજનક શબ્દોનો કહ્યાં છે. ઓડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે તેમણે નીતિન પટેલનું રાજકીય પિક્ચર પૂરું કરી નાખ્યું છે.

વાઈરલ ઓડિયો ક્લિપમાં ચંદ્રકાંત પટેલે દાવો કર્યો કે, અમારી ટિકિટ કાપી એટલે નીતિનભાઈની જોડે અમારા સમાજના જે ચમચા હતા, તેમને મેં જાહેરમાં કીધું હતું કે તમે બધા યાદ રાખજો, મારો ટાઈમ આવશે એ દિવસે હું સમાજના કોઈ આગેવાનનું નહીં સાંભળું. હું નીતિન પટેલ સામે તાકાતથી ઊભો રહીશ અને મેં એ કરી બતાવ્યું. ગમે તેવો મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કરી દીધું. વિધાનસભા અને લોકસભાની ટિકિટ ન મળવા દીધી, બધી ફોર્મ્યુલા આપણી પાસે હતી.

ચંદ્રકાંત પટેલે ઓડિયોમાં વધુમાં એવો પણ દાવો કર્યો છે કે, તેઓ નીતિન પટેલને તેમની ઓફિસમાં મળવા ગયા હતા. ત્યારે 10 ધારાસભ્યોની હાજરીમાં કહી દીધું હતું કે અનામત આંદોલન અનિલભાઈ અને તમે જ ઊભું કર્યું હતું. આ અંગેના પુરાવા અને ફોટા તેમના મોબાઈલમાં હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

આ વિવાદિત ઓડિયો ક્લિપ અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ આવું કેમ બોલ્યા છે તે તેમને જ પૂછવું જોઈએ. તેમણે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું, 10 દિવસ પહેલાં મારા ધ્યાનમાં આવ્યું હતું કે ચંદ્રકાંત પટેલ નામના વ્યક્તિ મારા વિરૂદ્ધ અપશબ્દો બોલ્યાં છે. મારે એ વ્યક્તિ સાથે કોઈ લેવા-દેવા નથી કે કોઈ જાતનો સંપર્ક પણ નથી.

તેમણે ઓડિયોમાં બીજા વ્યક્તિ સાથે વાત કરતા મારૂં રાજકારણ પૂરું થઈ ગયું હોવાની અને હું ક્યાંયનો નથી રહ્યો તેવી વાતો કરી હતી. સ્વાભાવિક છે કે આવી બાબતો ખાનગી રહેતી નથી અને કોઈએ આ ઓડિયો મને મોકલી આપ્યો હતો.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, જ્યારે મને આ ઓડિયો મળ્યો ત્યારે હું ઉમેદવારોની પસંદગી માટેની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વ્યસ્ત હતો. સભ્ય તરીકે હું 5-6 દિવસ સળંગ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે સતત મીટિંગમાં હતો. સમય મર્યાદિત હોવાને કારણે મેં આ ઓડિયો ક્લિપ અમારા મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા પક્ષના પ્રભારી ભરત ડાંગર અને જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરને મોકલી આપીને ઉપર રજૂઆત કરી દીધી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch