Fri,19 April 2024,1:46 pm
Print
header

અંદાજે 1 વર્ષ બાદ પૂર્વ CM વિજય રૂપાણીનો ખુલાસો, રાત્રે હાઇકમાન્ડે આદેશ કર્યો હતો અને બીજા દિવસે રાજીનામું આપ્યું હતુ- Gujaratpost

ગાંધીનગરઃ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના રાજીનામાં અંગે અંદાજે 1 વર્ષ બાદ ખુલાસો કરતા કહ્યું કે, ભાજપ હાઈકમાન્ડે રાત્રે મને કીધું અને બીજા દિવસે મે રાજીનામું આપી દીધું હતુ. મેં હાઇકમાન્ડને કારણ પણ ન પૂછ્યું, એટલે મને કારણ ન જણાવવામાં આવ્યું. જો મેં પૂછ્યું હોત તો મને ચોક્કસ કારણ જણાવાયું હોત હું શરૂઆતથી પાર્ટીનો શિસ્તબદ્ધ કાર્યકર રહ્યો છું અને હંમેશાં પાર્ટીએ જે કહ્યું છે તે કર્યું છે. પાર્ટીએ મને મુખ્યમંત્રી બનાવ્યો તો હું બન્યો. પાર્ટીએ મને બદલવાનું નક્કી કર્યું તો હું ખુશીથી હટી ગયો.એક સારા કાર્યકર તરીકે હું ક્યારેય પાર્ટી લાઇનની વિરુદ્ધમાં ગયો નથી.

2016માં પાટીદાર આંદોલન વખતે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ફેસબુકના માધ્યમથી રાજીનામું આપ્યું હતું. નીતિન પટેલ વિકલ્પ તરીકે લગભગ નક્કી થઈ જ ગયા હતા પરંતુ ગુજરાતની ગાદી માટે વિજય રૂપાણીની પસંદગી થઈ હતી. 2017ની ચૂંટણી પછી વિજય રૂપાણીની જગ્યાએ નવો કોઈ ચહેરો આવશે એમ માની લેવાયું હતું. 2017નાં પરિણામો ચોંકાવનારાં આવ્યાં હતા.બેઠકોની સંખ્યા ઘટીને માત્ર બે આંકડાંમાં 99 પર આવતા ભાજપની સત્તા માંડ બચી. નવા સીએમ જાહેર કરવાને બદલે ભાજપે તેમને જ બીજી વાર મુખ્યમંત્રી બનાવ્યાં હતા.

બાદમાં કોરોનાની નિષ્ફળતા વખતે રુપાણીને હાઈકમાન્ડ તરફથી સૂચના મળી કે 'રાજીનામું આપી દો' 5 વર્ષ અને 35 દિવસ પછી 11 સપ્ટેમ્બર 2021ના રોજ એક જાહેર કાર્યક્રમમાંથી સીધા જ રાજ્યપાલને ત્યાં જઈએ તેમણે રાજીનામાંનો પત્ર સોંપી દીધો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch