Thu,25 April 2024,11:09 pm
Print
header

મોદી.. મોદી કરનારા બાબુલ સુપ્રીયો હવે મમતાની શરણમાં, પૂર્વ કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો TMCમાં થયા સામેલ

મોદીએ મંત્રીપદેથી હાંકી કાઢ્યા અને હવે મમતાની પાર્ટીમાં ગયા 

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. કેંદ્રની મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચુકેલા સાંસદ બાબુલ સુપ્રિયો મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. થોડા દિવસ પહેલા તેમનું ભાજપ સરકારમાંથી રાજીનામું લઇ લેવાયું હતુ, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી અને ડેરેક ઓ બ્રાયનની હાજરીમાં બાબુલ સુપ્રીયો ટીએમસીમાં સામેલ થઇ ગયા છે.

મોદી સરકાર દ્વારા તાજેતરમાં જ કેબિનેટમાં ઘણા ફેરબદલ કરવામાં આવ્યાં હતા. આ કેબિનેટ ફેરબદલ દરમિયાન બાબુલ સુપ્રિયોને કેન્દ્રીય મંત્રી તરીકે પડતા મૂકવામાં આવ્યાં હતા. તેમને રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી તરીકે પડતા મૂકવામાં આવ્યા હતા. પોતાના ફેસબુક પેજ પર બાબુલ સુપ્રિયોએ પોસ્ટ લખી હતી કે, ગુડબાય. હું અન્ય કોઈ રાજકીય પક્ષમાં જઈ રહ્યો નથી. તૃણમૂલ કોંગ્રેસ, સીપીઆઈ(એમ) કે કોંગ્રેસ કોઈ પાર્ટીએ મને બોલાવ્યો નથી. હું ક્યાંય જઈ રહ્યો નથી. સામાજિક કામ કરવા માટે કોઈએ રાજકારણમાં રહેવું જરૂરી નથી.

ગાયકમાંથી રાજકારણી બનેલા બાબુલ સુપ્રિયોએ તે પણ કહ્યું હતું કે તે સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી રહ્યા છે અને એક મહિનાની અંદર સરકાર દ્વારા તેમને ફાળવવામાં આવેલું ઘર પણ ખાલી કરી દેશે. તેઓ મોદીના મોટા ચાહક હતા અને પીએમ મોદીના વખાણ કરતા થાકતા પણ ન હતા અને હવે તેમને મમતાના શરણમાં જવું પડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch