Wed,24 April 2024,8:32 pm
Print
header

વડોદરાના ખેડૂતની અનોખી સિદ્ધિ, હવે 365 દિવસ કેરીનો સ્વાદ માણી શકાશે

વડોદરાઃ કેરીને ફળોના રાજા કહેવામાં આવે છે અને તેની સીઝન ઉનાળામાં જ આવે છે. આ વર્ષે તૌક્તે વાવાઝોડાને કારણે કેરીના ગઢ ગણાતા અમરેલી, તાલાલા સહિત અનેક જિલ્લાઓમાં આંબાના વૃક્ષો મૂળમાંથી ઉખડી ગયા છે. જેથી આગામી વર્ષે કેરી મોંઘી બનશે. આ દરમિયાન વડોદરાના એક ખેડૂતે અનોખી સિદ્ધિ મેળવી છે. જેનાથી હવે વર્ષના તમામ 365 દિવસ કેરીનો સ્વાદ માણી શકાશે.

અંગ્રેજી અખબાર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે વડોદરાના પોર નજીકના કાજાપુર ગામના ખેડૂત અજીત ઠાકોર પરંપરાગત રીતે કપાસ અને તુવેર દાળની ખેતી કરે છે. વર્ષ 2000માં તેઓ હોર્ટિકલ્ચર ખેતી તરફ વળ્યાં અને આજે તેઓ કેરીના પાકથી વાર્ષિક રૂપિયા 50 લાખની આવક કરે છે. તેમણે કહ્યું કે હું વર્ષોથી કંઇ અલગ કરવા માંગતો હતો, જેથી કરીને લોકોને બારે માસ કેરી ખાવા મળે. એપ્રિલમાં કેરીની સીઝન શરૂ થાય અને જૂનમાં પૂરી થાય ત્યારે કેટલાક લોકો તેનો સંગ્રહ કરી રાખતા હતા. લોકોને બારેમાસ તાજી કેરી ખાવા મળે તેવી મારી ઈચ્છા હતી. તેથી મેં એક નવી જાત વિકસાવી, એનઆરઆઈ જ્યારે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આવે છે ત્યારે તેઓ પણ આ કેરીની માંગ કરતા હોય છે. બારમાસી કેરી માટે તેમણે ઉત્તરપ્રદેશના મલિહાબાદની મુલાકાત લીધી અને ત્યાંથી છોડ લાવી ઉછેર્યા. જેમાંથી નીલ ફોસો અને રસૂલાબાદ ઉચ્ચ ક્વોલિટીના ફળ છે. ત્યારે તેમની આ શોધ બાદ હવે અહીં બારે માસ કેરી મળશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch