Tue,17 June 2025,9:08 am
Print
header

Big News: રૂપિયાનો ઢલગો મળ્યો..વિજિલન્સની રેડ પડતા જ એન્જિનિયરે બારીમાંથી રૂપિયાના બંડલ નીચે ફે્ંક્યાં હતા

  • Published By
  • 2025-05-30 20:56:32
  • /

ભૂવનેશ્વરમાં ગ્રામિણ વિભાગમાં કામ કરતા મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગીના સ્થળો પર દરોડા

રૂપિયા 500 ના બંડલો બારીમાંથી નીચે ફેંકીને બચવાનો પ્રયાસ કર્યો હતો

ઓડિસ્સાઃ એક પછી એક ભ્રષ્ટાચારના કેસ સામે આવી રહ્યાં છે, ઇડીના અધિકારી 20 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા બાદ નવો એક ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. ભુવનેશ્વરના એન્જિનિયરના PDN Exotica એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી રુપિયા 1 કરોડ રોકડા મળ્યાં અને બીજી તરફ અંગુલ સ્થિત તેમના ઘરમાંથી અત્યાર સુધીમાં રૂપિયા 1.1 કરોડ રોકડા જપ્ત કરાયા છે. મોટી સંખ્યામાં રૂપિયા મળતા ચલણી નોટો ગણવાના મશિન મંગાવવા પડ્યાં હતા.

બે દિવસમાં જ નિવૃત થવાના હતા આ અધિકારી

ભુવનેશ્વરના ફ્લેટમાં હાજર એન્જિનિયર વૈકુંઠનાથ સારંગીએ વિજિલન્સની ટીમને આવતી જોઈને બારીમાંથી 500 રૂપિયાના નોટોના બંડલ બારીમાંથી નીચે ફેંકી દીધા હતા, પરંતુ વિજિલન્સે આ રૂપિયા પણ જપ્ત કરી લીધા છે.

ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા ભેગા કરવામાં આવ્યાં હતા

વિજિલન્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે વૈકુંઠનાથ સારંગી દ્વારા અપ્રમાણસર સંપત્તિ ભેગી કરવામાં આવી હોવાની તેમની પાસે બાતમી હતી, જેને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે અને કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં છે. એજન્સી દ્વારા આરોપીનું બે માળનું ઘર, પીડીએન એક્ઝોટિકા ફ્લેટ, પુરીમાં પીપીલીના સિઉલાના ફ્લેટમાં, શિક્ષકપાડામાં આવેલા તેમના સંબંધીના ઘરમાં, તેમના પૈતૃક ગામમાં અને ભુવનેશ્વર મુખ્ય ઇનજનેરના કાર્યલયમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, હજુ આરોપી પાસેથી કરોડો રૂપિયાની સંપત્તિના દસ્તાવેજોની તપાસ થઇ રહી છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch