અમદાવાદઃ એરપોર્ટ પર સોમવારે સાંજે સાઉદી અરેબિયાથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બની ધમકી મળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. પાયલટે પરિસ્થિતિની ગંભીરતા સમજીને વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી હતી.
ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતર્યા બાદ તેને તાત્કાલિક આઇસોલેશન બે પર લઈ જવામાં આવી હતી. વિમાનમાં સવાર 250 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી ટર્મિનલ બિલ્ડિંગમાં ખસેડાયા હતા.
ફાયર વિભાગની ત્રણથી વધુ ગાડીઓ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એરપોર્ટ ઓથોરિટીએ મોરચો સંભાળીને સમગ્ર ફ્લાઇટનું DGCA પ્રોટોકોલ મુજબ ઊંડાણપૂર્વક ચેકિંગ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં વિમાનમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળ્યું નથી, જેથી મુસાફરો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
હાલ એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય બની રહી છે, જ્યારે ધમકીભર્યો સંદેશ કોણે અને કયા હેતુથી મોકલ્યો હતો તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો ક્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું ? | 2026-09-13 17:27:42
સાબરમતી નદી બની મિસ્ટ્રી સ્પોટ: કંકાલ મળ્યાંના 24 કલાકમાં વધુ એક યુવકની ભેદી લાશ મળી | 2026-09-13 12:43:17
ACB એ ઓપરેશન મેનેજર સહિત 4 લોકોને લાંચ લેતા ઝડપી લીધી, રૂ. 95,000 ની લાંચનો પર્દાફાશ | 2026-09-11 17:52:14
પિતાએ પુત્ર સાથે મળીને કરી પુત્રીની હત્યા, પછી અકસ્માતની કહાની કહી, અમદાવાદ ઓનર કિલિંગ કેસ તમને ચોંકાવી દેશે | 2026-09-09 18:06:07