Mon,13 April 2026,2:24 pm
Print
header

ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો

  • Published By Panna Patel
  • 2026-04-08 13:29:28
  • /

તેહરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના સંભવિત હુમલા અને બોમ્બમારાને બે અઠવાડિયા માટે રોકી દેવાની મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ સીઝફાયર બંને પક્ષો તરફથી લાગુ રહેશે. જો કે, આ શાંતિ કામચલાઉ હોવાની આશંકા વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષા માટે કડક કદમ ઉઠાવ્યાં છે.

ઈરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે આજે એક નવી અને ગંભીર સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને શક્ય એટલા વહેલા દેશ છોડી દેવાની સલાહ આપવામાં આવી છે. દૂતાવાસે 7 એપ્રિલ 2026ની એડવાઈઝરીનો સંદર્ભ આપીને જણાવ્યું છે કે, હાલની અસ્થિર પરિસ્થિતિને જોતા નાગરિકોએ દૂતાવાસના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત રીતે ઈરાનમાંથી બહાર નીકળી જવું જોઈએ.

ભારતીય નાગરિકોને સ્પષ્ટ સૂચના અપાઈ છે કે દૂતાવાસ સાથે પૂર્વ ચર્ચા કર્યા વગર કોઈ પણ આંતરરાષ્ટ્રીય સરહદ તરફ જવાનો પ્રયાસ ન કરવો. અગાઉની સૂચના મુજબ, નાગરિકોને આગામી 48 કલાક સુધી સલામત સ્થળે રહેવા અને વીજળીના ઉપકરણો, સૈન્ય ઠેકાણાઓ કે બહુમાળી ઈમારતોથી દૂર રહેવા જણાવાયું છે. હાઈવે પર કોઈપણ પ્રકારની મુસાફરી કરતા પહેલા દૂતાવાસના કડક નિર્દેશોનું પાલન કરવું અનિવાર્ય છે.

ભારતીય દૂતાવાસે મુશ્કેલીના સમયે મદદ માટે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો પણ જાહેર કર્યા છે, જેથી નાગરિકો ગમે ત્યારે સંપર્ક કરી શકે. ટ્રમ્પની સીઝફાયરની જાહેરાત બાદ પણ ભારત સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી અને પોતાના નાગરિકોને સુરક્ષિત સ્વદેશ લાવવા માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch