યુએસઃ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને સ્પેસએક્સ, ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદી લીધી છે, (અંદાજે 3300 અરબ રૂપિયા) ટ્વિટરના બોર્ડે એલોન મસ્કની ઓફર સ્વીકારી લીધી છે, આ ડીલ આ વર્ષે પૂર્ણ થશે. ડીલ પૂર્ણ થયા બાદ ટ્વિટર એક ખાનગી કંપની બની જશે, તેના માલિક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક હશે. છેલ્લા કેટલાક દિવસોથી ટ્વિટર બોર્ડની અંદર ઈલોન મસ્કની ઓફરને લઈને ચર્ચા ચાલી રહી હતી. 'તેઓ ટ્વિટરને વધારે નવા ફીચર્સ સાથે બનાવવા ઇચ્છે છે. તેથી જ તેમને ટ્વિટર ખરીદવાનો નિર્ણય કર્યો હતો.
ટ્વિટરમાં 9% હિસ્સો ખરીદ્યાના થોડા દિવસો પછી, એલોન મસ્કે કહ્યું કે ટ્વિટરને ફ્રી સ્પીચ માટે ખાનગી બનાવવી પડશે. તે ટ્વિટરમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરી શકશે, તેથી તેમને ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી. થોડા સમય પહેલા એલોન મસ્કે ટ્વિટરમાં 9% હિસ્સો ખરીદ્યો હતો, પરંતુ હવે એલોન મસ્ક ટ્વિટર ઇન્કમાં 100% હિસ્સો ધરાવશે. તેમને ટ્વિટર કંપની પ્રતિ શેર 54.20 ડોલરના દરે ખરીદી છે.
ટ્વિટર ખરીદવાની જાહેરાત કર્યાં પછી એલોન મસ્કનું પ્રથમ ટ્વિટ..
જો કે આ ડીલની પ્રક્રિયા પૂર્ણ થવામાં થોડો સમય લાગશે, ટ્વિટરના માલિક બન્યાં પછી, એલોન મસ્કનું આ પ્રથમ ટ્વિટ છે. આ ટ્વીટમાં, તેમણે તેમના નિવેદનનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે.
ટ્વિટર ડીલ ફાઇનલ થયા પછી, એલોન મસ્કએ કહ્યું છે કે કોઈ પણ લોકશાહીને કામ કરવા માટે ભાષણની સ્વતંત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. Twitter એક ડિજિટલ ટાઉન સ્ક્વેર છે કે જ્યાં માનવતાના ભવિષ્ય પર ચર્ચા થાય છે. ટ્વિટરને તેઓ નવા ફીચર્સ સાથે વધારે સારું બનાવવા ઇચ્છે છે. તેઓ તેના અલ્ગોરિધમને ઓપન સોર્સ રાખીને વિશ્વાસને વધારવા ઇચ્છે છે. તેઓ સ્પૈમ બોટ્સને દૂર કરી તમામ અધિકૃત માનવને આ પ્લેટફોર્મ પર રાખવા માંગે છે.'
યુઝર્સ માટે બ્લુ ટિક મેળવવું સરળ બનશે
ટ્વિટર ખરીદતા પહેલા, મસ્કે કહ્યું હતું કે જ્યારે તે માઇક્રોબ્લોગિંગ સાઇટ ખરીદશે, ત્યારે તે વપરાશકર્તાઓમાં વિશ્વાસ વધારવા માટે અલ્ગોરિધમમાં પારદર્શિતા લાવશે. અત્યારે યુઝર્સ ફરિયાદ કરે છે કે ટ્વિટર તેમની રીચ ઓછી કરે છે. અલ્ગોરિધમમાં પારદર્શિતા લાવવાથી વપરાશકર્તાની ફરિયાદોના નિવારણમાં મદદ મળશે. તે દરેક યુઝરના એકાઉન્ટની અધિકૃતતાના પક્ષમાં છે. હાલ ટ્વિટર માત્ર થોડા જ વપરાશકર્તાઓને બ્લુ ટિક દ્વારા પ્રમાણિત કરે છે. આવનારા દિવસોમાં ટ્વિટર યુઝર્સ માટે બ્લુ ટિક મેળવવું આસાન બની શકે છે. સાથે તે સ્પામ વોટ પર કામ કરશે. જેના કારણે અનેક યુઝર્સને સમયાંતરે સમસ્યાનો સામનો કરવો પડે છે.તે ફેક ન્યૂઝને રોકવામાં પણ મદદ કરશે.
તમને ટ્વીટ એડિટ કરવાનો વિકલ્પ મળશે
ટ્વિટર યુઝર્સ દ્વારા એડિટ બટનની વિનંતી ઘણા સમયથી કરવામાં આવી રહી છે. એપ્રિલમાં મસ્કે ટ્વિટર યુઝર્સના અભિપ્રાય જાણવા માટે આ અંગે એક સર્વે કર્યો હતો. ચાર મિલિયનથી વધુ વપરાશકર્તાઓએ આ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો, જેમાંથી 70% થી વધુ લોકોએ સંપાદન બટનની તરફેણમાં મતદાન કર્યું હતું. ટ્વિટરે પાછળથી કહ્યું કે તે ગયા વર્ષથી એડિટ બટન પર કામ કરી રહ્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં ટ્વિટર યુઝર્સને તેમની ટ્વીટ એડિટ કરવાનો વિકલ્પ મળશે.
ફ્રી સ્પીચ પર મસ્કનો ભાર
એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી ફ્રી સ્પીચ વિશે પ્રથમ ટ્વિટ કર્યું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે મસ્ક ફ્રી સ્પીચના મહત્વ પર ભાર આપવાનું ચાલુ રાખશે. વાણી સ્વાતંત્ર્ય લોકશાહીનો એક આધાર છે. ટ્વિટર એ ડિજિટલ ટાઉન સ્ક્વેર છે, જ્યાં યુઝર્સ માટે ભવિષ્યના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
પબ્લિક ટુ પ્રાઈવેટ કંપની બનાવવાની તૈયારી
એલોન મસ્કે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું કે તે ટ્વિટરને જાહેરમાંથી ખાનગી કંપની બનાવવા માંગે છે. ટ્વિટરને ખાનગી કંપનીમાં ફેરવવાની જરૂર છે. ટ્વિટરમાં અસાધારણ ક્ષમતા છે. હું તેને અનલોક કરીશ. એવી ઘણી આશા છે કે આવનારા દિવસોમાં ટ્વિટર જનતામાંથી ખાનગી કંપની બની જશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29