Fri,26 April 2024,3:52 am
Print
header

ભાજપના ભવ્ય વિજય પછી રૂપાણીએ કહ્યું કોંગ્રેસ વિપક્ષમાં બેસવાની લાયક પણ નથી

ગાંધીનગરઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 2015ની જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં અનેક જગ્યાઓએ ભાજપ સ્પષ્ટ બહુમતીથી દૂર રહ્યું હતું. પરંતુ આ વખતે સફળતા ભાજપના હાથમાં છે. જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઇ છે. કોંગ્રેસના પંજા પર ભાજપનો ભગવો ભારે પડ્યો છે. અનેક એવા કોંગ્રેસના ગઢ હતા, જેને 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ધ્વસ્ત કરી નાંખ્યા છે. ભાજપે કમલમમાં જીતની ઉજવણી કરી છે.

જિલ્લા-તાલુકા, નગરપાલિકામાં "કમળ" ખીલ્યું છે. ઠેર-ઠેર ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે રોડ પર ઉમટી પડ્યા છે. ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરાઇ છે. સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ પાટીલ  ઉજવણીમાં હાજર રહ્યાં હતા. જ્યારે કોંગ્રેસ કાર્યાલયો ખાલીખમ દેખાઇ રહ્યાં છે.

28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં મતદાન સારૂ રહ્યું હતું.  રાજકોટ જિલ્લામાં કુંવરજી બાવળિયાના વતનમાં કોંગ્રેસની જીત થઈ છે. વિંછીયા તાલુકા પંચાયત કોંગ્રેસે કબ્જે કરી છે. 

AAPને સુરત તાલુકા પંચાયતની 2 બેઠક મળી. ધોરાજી તાલુકા પંચાયત પર ભાજપનો કબજો જોવા મળ્યો. 17માંથી 7 બેઠક પર કોંગ્રેસ, 9માં ભાજપ જીતી. વિછીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત, મહેસાણા સલકાસણામાં કોંગ્રેની જીત. રાજકોટના પડધરી તાલુકા પંચાયતની બેઠક પર AAPની જીત થઈ છે જ્યારે મોટા ખીજિડિયામાં પણ AAPની જીત થઈ છે. 

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ હતી. જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 25 બિનહરીફ, નગરપાલિકામાં 95 માંથી ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે, તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch