Wed,24 April 2024,7:28 pm
Print
header

એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો સુરતથી આસામ પહોંચ્યા- Gujarat Post

(આસામ એરપોર્ટ પર મહારાષ્ટ્ર સરકારના બળવાખોર ધારાસભ્યો)

  • મહારાષ્ટ્ર સરકારની થઈ રહી છે અગ્નિપરીક્ષા
  • શિંદેએ સીએમ ઉદ્ધવ ઠાકરે સમક્ષ એનસીપી-કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવા અને ભાજપ સાથે ગઠબંધન કરવાની શરત મૂકી 

સુરત/ગુવાહાટી: મહારાષ્ટ્ર વિધાન પરિષદ ની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ તરત જ શિવસેના નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે 25 થી વધુ ધારાસભ્યો સાથે સુરતમાં ધામા નાંખ્યા હતા.જેને કારણે રાજકીય ઉથલપાથલ મચી ગઈ અને શિવસેના સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે.  સુરતમાં રોકાયેલા ધારાસભ્યોને મંગળવારે મોડી રાત્રે આસામના ગુવાહાટી ખાતે ખસેડવામાં આવ્યાં હતા.આ ધારાસભ્યોને બસ મારફતે એરપોર્ટ લઇ જવામાં આવ્યા હતા. શિંદેએ સીએમ ઉદ્ધવ ઠાકરે સમક્ષ એનસીપી-કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવા અને ભાજપ સાથે ગઠબંધન કરવાની શરત મૂકી દીધી છે.

શિંદેએ કહ્યું, મેં કોઈ પક્ષ વિરોધી પગલું ભર્યું નથી, મને પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યો.મને શિવસેના પાર્ટી છોડવાનો કોઈ વિચાર નથી, હું બાળાસાહેબ ઠાકરેનો સાચો શિવસૈનિક છું અને હંમેશા રહીશ. તેમણે સંજય રાઉતને પોતાની ફરિયાદ કરી હતી. રાઉતે મીડિયામાં કહ્યું હતું કે વાત કરવી હોય તો મુંબઈ આવી જાવ.  

બળવાખોર ધારાસભ્યો ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના સંપર્કમાં છે.  ગૃહમંત્રી અમિત શાહ પળેપળની માહિતી લઇ રહ્યાં હોવાની ચર્ચાઓ છે. શાહે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ બેઠક કરી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch