Tue,16 April 2024,11:54 pm
Print
header

ઇજિપ્તમાં ત્રણ ટ્રેનોના ભયાનક અકસ્માતમાં 32 લોકોનાં મોત અનેક ઘાયલ થયા

ઇજિપ્તઃ દેશમાં એક મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે જેમાં 32 લોકોના મોત થઇ ગયા છે અને 70 જેટલા લોકો ઘાયલ થયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. સોહાગ પ્રાંતમાં ટ્રેનની ટક્કરને કારણે કુલ ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી જેને કારણે આ અકસ્માત સર્જાયો છે આ સમયે અનેક મુસાફરો ટ્રેનોમાં મુસાફરી કરી રહ્યાં હતા.

ઇજિપ્ત સરકારે નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષિણના સોહાગ પ્રાંતમાં આ દુર્ઘટના થઇ છે અને તાત્કાલિક અહીં આરોગ્ય સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે જે મુસાફરો અંદર ફસાયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યાં છે. સાથે જ મૃતકોને પણ બહાર કાઢવામાં આવ્યાં છે અને ઓળખ કરીને તેમના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે. ઇજિપ્તની સરકારે આ અકસ્માતના તપાસના આદેશ આપી દીધા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch