નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ED અધિકારીઓ દ્વારા 4 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.પછી રાહુલ લંચ બ્રેકમાં ED ઓફિસથી નીકળી ગયા હતા અને તુગલક રોડ પરના તેમના બંગલે પહોંચ્યાં હતા. બપોરના ભોજન બાદ સાંજે તેમને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં છે. સોમવારે પૂછપરછ કર્યાં બાદ રાહુલ લંચ બ્રેક દરમિયાન બહાર આવ્યાં હતા અને સોનિયા ગાંધીને મળવા સર ગંગારામ હોસ્પિટલ પહોંચ્યાં હતા.
બીજા દિવસે રાહુલ ગાંધી તપાસ એજન્સીની ઓફિસ પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હતા. રાહુલને છોડીને પ્રિયંકા ત્યાંથી નીકળી ગયા હતા. બંને દિવસે કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલા હોબાળાને કારણે અહીં કલમ 144 લાગુ કરવામાં આવી છે. રાહુલ સાથે પગપાળા કૂચ કરી રહેલા કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલા, ચિદમ્બરમને પોલીસે વાનમાં ખેંચી લીધા હતા. કૂચમાં સામેલ અન્ય નેતાઓની પોલીસે અટકાયત કરી છે. સુરજેવાલાએ આરોપ લગાવ્યો છે કે વિરોધ દરમિયાન તેમને ઈજા થઈ હતી.પી ચિદમ્બરમને પાંસળીમાં ઈજા થઈ હતી.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને કોંગ્રેસ કાર્યાલય પાસે બેરિકેડ પર રોકવામાં આવ્યાં હતા, બાદમાં દિલ્હી પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. તેમને પોલીસને કહ્યું કે તમે મુખ્યમંત્રીને રોકી શકો નહીં, પરંતુ પોલીસે તેમને જવા દીધા ન હતા.આ પહેલા રાહુલ પ્રિયંકા ગાંધી સાથે તેમના ઘરેથી કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા.જ્યાં કોંગ્રેસના તમામ નેતાઓએ વાત કરી હતી. અહીંથી રણનીતિ તૈયાર થયા બાદ રાહુલ ED ઓફિસ જવા રવાના થયા હતા.
બેરિકેડ પર રોકવામાં આવ્યાં બાદ દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીએ હંગામો મચાવ્યો હતો. તેમને પોલીસ કર્મીઓને ધક્કો માર્યો હતો અને જોરથી બૂમો પાડવા લાગ્યો કે મને ગોળી મારી દો. પોલીસે તેમને કસ્ટડીમાં લઈને વાનમાં બેસાડ્યા તો તેઓએ પોલીસ અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યાં હતા.
રણદીપસિંહ સુરજેવાલા, હરીશ રાવત, કેસી વેણુગોપાલ, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, રંજીત રંજન, ઈમરાન પ્રતાપગઢી સહિત ઘણા કાર્યકરોને પોલીસે અકબર રોડ પરથી અટકાયતમાં લીધા છે.તેમને બદરાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં છે. સોમવારે દિલ્હી પોલીસે લગભગ એક હજાર કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી, જેમને મોડી રાત્રે છોડી દેવામાં આવ્યાં હતા.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39
શું ઉદ્ધવ ઠાકરે આપશે રાજીનામું ? આઠવલે-ફડણવીસની થશે મુલાકાત- Gujarat Post
2022-06-25 09:46:27