Fri,19 April 2024,4:46 pm
Print
header

રાહુલ ગાંધીની સાડા ત્રણ કલાક સુધી ED એ કરી પૂછપરછ, બહાર કોંગ્રેસીઓનો હોબાળો- Gujarat Post

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં સતત ત્રીજા દિવસે ED ઓફિસ રાહુલ ગાંધી પહોંચ્યાં હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લંચ પહેલા સાડા ત્રણ કલાક સુધી ED દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. રાહુલ ED ઓફિસ જવા નીકળ્યાં ત્યારે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ રસ્તા પર વિરોધ કરવા માટે નીકળી પડ્યાં હતા. ઘણી મહિલા કાર્યકરોની પોલીસ સાથે ઘર્ષણ કરતા પોલીસે તેમને કસ્ટડીમાં લીધા છે. આ સાથે જ કોંગ્રેસ કાર્યાલયમાં પોલીસની એન્ટ્રી પર કાર્યકરોએ ટાયરો સળગાવીને પોતાનો રોષ દર્શાવ્યો હતો.

સમગ્ર મામલે દિલ્હી પોલીસે કહ્યું કે કોંગ્રેસે પ્રદર્શન માટે પરવાનગી લીધી ન હતી. કોંગ્રેસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી હોવાની જાણ કરવામાં આવ્યાં બાદ કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. તેના જવાબમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે પોલીસ વિરુદ્ધ એફઆઈઆર નોંધવી જોઈએ. પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો સાંજે 4 વાગ્યે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.

પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું કે વહીવટીતંત્રના કહેવા પર પોલીસે કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને નેતાઓને માર માર્યો હતો તે તદ્દન ખોટું છે.છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે કાર્યકર્તાઓ ને શાંતિપૂર્ણ પ્રદર્શન કરતા રોકવામાં આવી રહ્યાં છે, તે લોકશાહીની હત્યા છે. સરકાર પર સવાલ ઉઠાવતા ભૂપેશ બઘેલે કહ્યું કે હું તેમને પૂછીને મારા કાર્યાલય જઈશ ? હું તેમને પૂછીને મારા ઘરે જઈશ ? હું નક્સલવાદી રાજ્યમાંથી આવું છું, મારી પાસે Z+ સુરક્ષા છે. મને કહેવામાં આવ્યું છે કે માત્ર એક સુરક્ષા ગાર્ડ મને લઈ જશે. મને એક કલાક માટે રસ્તાની વચ્ચે રોકી દેવામાં આવે છે. આખરે કાવતરું શું છે ?'કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે વિરોધ કરી રહેલા કાર્યકરોને રોકવા માટે પોલીસનું કોંગ્રેસ કાર્યાલયમાં આવવું ગેરકાયદેસર છે. આ કાર્યવાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર કરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch