Wed,24 April 2024,2:54 pm
Print
header

ધંધુકા-બગોદરા હાઇવે પર હરિપુરા પાટિયા પાસે ઇકો ટ્રકની પાછળ ઘૂસી ગઈ, ચાર મહિલાઓના ઘટના સ્થળે જ મોત

એક સાથે ચાર મહિલાઓના મોતથી સનસની

ધંધુકાઃ અમદાવાદ સહિત જિલ્લાના રોડ રસ્તા પર યમરાજાના આંટાફેરા વધી ગયા હોય તેમ જીવલેણ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. આજે વહેલી સવારે અમદાવાદ જિલ્લાના ધંધુકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર મહિલાઓના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે.

ઈકો કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં  આ કરૂણાંતિકા સર્જાઈ હતી. અકસ્માતમાં કારમાં બેઠેલી ચાર મહિલાઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતને પગલે ધંધુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકો અમદાવાદના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch