Sat,13 June 2026,3:06 pm
Print
header

ગુજરાતમાં ઇબોલાનો શંકાસ્પદ કેસ: હેલ્થ વિભાગ એલર્ટ, 11 લોકો હોમ આઈસોલેશનમાં

  • Published By Panna Patel
  • 2026-05-27 19:15:28
  • /

(file photo)

  • 37 વર્ષીય બિઝનેસમેન કોંગોથી મુંબઈ થઈને વડોદરા આવ્યાં હતા 
  • દર્દીની સાથેના 2 વ્યક્તિઓ SVP હોસ્પિટલમાં અને સંપર્કમાં આવેલા 1 ડૉક્ટર ક્વોરન્ટાઈન

અમદાવાદઃ આફ્રિકન દેશ કોંગોમાં ઇબોલા વાયરસના હાહાકાર વચ્ચે ગુજરાતમાં તેનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના જણાવ્યાં અનુસાર, એક 37 વર્ષીય બિઝનેસમેન 5- 7 દિવસ પહેલા કોંગોથી મુંબઈ અને ત્યાંથી વડોદરા આવ્યાં હતા. વડોદરામાં તેમને તાવના લક્ષણો દેખાતા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી હેલ્થ વિભાગે એક્શન લઈને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં શિફ્ટ કર્યા છે.

દર્દીને 11 દિવસ માટે ક્વોરન્ટાઈન કરી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. હાલમાં વિવિધ ટેસ્ટ ચાલી રહ્યાં છે અને હજુ સુધી કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. તેમની સાથે આવેલા અન્ય બે વ્યક્તિઓને SVP હોસ્પિટલમાં અને સંપર્કમાં આવેલા એક ડૉક્ટરને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.

છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 11 લોકો આવ્યાં છે. જેમાં 10 થલતેજ અને 1 જોધપુરના વોર્ડના રહેવાસી છે. આ તમામ 11 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. રાહતની વાત એ છે કે આમાના કોઈ પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો નથી અને તેઓ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યાં નથી. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ લોકોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ઇબોલાની આશંકાને પગલે SVP હોસ્પિટલમાં દર્દીઓ માટે અલગથી 60 બેડનો વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે. તેમજ યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન જેવા આફ્રિકન દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch