Thu,25 April 2024,4:06 pm
Print
header

સમય પહેલા વૃદ્ધ બનવા ન માગતા હોય તો ભૂલથી પણ ખાશો નહીં આ વસ્તુઓ

તમારા ફૂડ હેબિટ્સને કારણે તમારા ચહેરા પર ઉંમર કરતા વધુ સમયે જ કરચલીઓ પડવા લાગે છે. ખાવા-પીવાની ખોટી ટેવને કારણે તમારો ચહેરો ડલ થવા લાગે છે આંખ નીચે કાળા ડાઘ પડી જતા હોય છે. તમારી ખાવાની ટેવને કારણે તમે સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગો છો. તેથી જરૂરી છે કે ખાવા પીવાની આ વસ્તુઓ પર ધ્યાન રાખવું જોઈએ.  

મસાલેદાર ભોજન

હેલ્થ નિષ્ણાંતો પ્રમાણે વધુ મસાલેદાર ભોજન તમારા શરીર માટે હાનિકારક છે. તેનાથી લોહીની નસોમાં સોજો આવે છે. તે સિવાય ચહેરા પર મસા નીકળવા લાગે છે અને ત્વચા ડલ થઈ જાય છે. આવા ભોજનના કારણે તમે સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગશો. ફિટ રહેવા માટે મસાલેદાર ભોજનથી દૂર રહો. 

સોડા અને એનર્જી ડ્રિંક

સોડા અને એનર્જી ડ્રિંકમાં ખાંડની માત્રા વધુ હોય છે. તેનાથી કેલેરી વધે છે. તે પીવાથી બોડી સેલ્સની ઉંમર વધવા લાગે છે. તેનાથી વજન પણ વધવા લાગે છે, સ્ટ્રોક અને ડિમેન્શિયા જેવી બીમારીનો પણ ખતરો વધે છે. તેનાથી તમને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે.દારૂ પીવાથી શરીરમાં પાણીની કમી થાય છે, જેની સીધી અસર તમારી સ્કીન પર જોવા મળે છે. જરૂરથી વધુ દારૂ પીવાથી તમારા ચહેરા પરની ચમક દૂર થઈ જશે. 

ફ્રોઝન ફૂડ

ફ્રોઝન ફૂડમાં સોડિયમની માત્રા ખુબ વધુ હોય છે.તેનાથી તમારૂ વજન વધી જશે. આ તમારી કિડની માટે નુકસાનકારક છે.તેનાથી ડાયાબિટીસ અને હાર્ટ એટેકનો ખતરો વધે છે. જરૂરથી વધુ ખાંડના સેવનથી એજિંગની સમસ્યા થવા લાગે છે. તેનાથી ડાર્ક સર્કલ્સ અને કરચલી થવા લાગશે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar