Thu,30 March 2023,6:48 am
Print
header

ન્યૂઝીલેન્ડમાં 7.1 ની તીવ્રતાના જોરદાર ભૂકંપ બાદ ત્સુનામીની ચેતવણી

ન્યૂઝીલેન્ડઃ કેરમાડેક આઇલેન્ડ પર ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 હતી. ચાઇના ભૂકંપ નેટવર્ક્સ સેન્ટર (સીઇએનસી) અનુસાર, ચીનના સમય મુજબ રાત્રે 8.56 વાગ્યે ન્યૂઝીલેન્ડમાં ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 7.1 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપ બાદ ત્સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ શક્તિશાળી ભૂકંપથી કોઇ મોટા નુકસાનના અહેવાલ નથી.

ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપે તુર્કી અને સીરિયાને તબાહી મચાવી હતી 

6 ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. તે સીરિયા અને તુર્કીની સરહદ પર છે. ભૂકંપને કારણે બંને દેશોમાં ભારે વિનાશ સર્જાયો હતો. અંદાજે 50 હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્રચંડ ભૂકંપને કારણે લાખો ઇમારતો ધરાશાઇ થઇ હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch