Tue,29 April 2025,12:27 am
Print
header

મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ

મ્યાનમારમાં જોરદાર ભૂકંપથી લોકોમા ડરનો માહોલ

અનેક ઇમારતો ખાલી કરાવવામા આવી

155 લોકોનાં મોત અનેેક લોકો ગુમ થયાના અહેવાલ

મ્યાનમારઃ દેશમાં મોટી તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે, દેશના અનેક ભાગોમાં આ ભૂકંપ અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર શુક્રવારે (28 માર્ચે) આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્રબિંદુ મધ્ય મ્યાનમારમાં પૃથ્વીથી 10 કિલોમીટર અંદર હતુ, હજુ સુધી મોટા નુકસાનના અહેવાલ નથી, ભૂકંપે ગ્રેટર બેંગકોક વિસ્તારને પણ હચમચાવી નાખ્યો હતો,ભૂકંપના આંચકાને કારણે બેંગકોકમાં બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોને ઇમારતો ખાલી કરાવવી પડી હતી. તંત્રએ અનેક હોટલો પણ ખાલી કરાવી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch