Wed,24 April 2024,5:03 pm
Print
header

કલાકો સુધી કાનમાં ઈઅરફોન ભરાવી રાખતા લોકો થઇ જાવ સાવધાન, થઇ શકે છે આ બીમારીઓ

આજના જમાનામાં અનેક લોકોને કાનમાં ઈઅરફોન કે હેડફોન ભરાવીને ગીતો સાંભળવાનો અને વાતો કરવાની ટેવ છે તો આવા લોકો સાવધાન થઇ જજો, આ આદતથી તમે ગંભીર બિમારીનો ભોગ બની શકો છો. ઓફિસમાં કામ કરતા કરતા ગીતો સાંભળવાની વાત હોય કે પછી વોકિંગ કરતા કરતા કાનમાં ઈઅરફોન ભરાવીને વાત કરવાની ટેવ હોય. કોઈ પણ વસ્તુ કે આદત અતિ નુકસાનકારક છે. ખાસ કરીને યુવા વર્ગને આ આદતો પડી ગઇ છે.

જાણીએ ઈઅરફોન કઈ કઈ રીતે શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

હ્રદયની બિમારી

નિષ્ણાતોના અભ્યાસ મુજબ ઈઅરફોનના વધારે પડતા ઉપયોગથી ન માત્ર બહેરાશ પરંતુ હ્રદયને પણ નુકસાન પહોંચે છે. વધારે અવાજે ગીતો સાંભળીએ કે વાતો કરીએ તો હ્રદયના ધબકારા વધી જાય છે. હ્રદય સામાન્ય કરતા વધારે ઝડપથી ધબકારા કરે છે. આ કારણથી હ્રદયની બિમારી થઇ શકે છે.

કાનમાં બહેરાશ

એક રિસર્ચ અનુસાર જો કોઈ વ્યક્તિ બે કલાક કરતા પણ વધુ સમય સુધી 90 ડેસિબલની માત્રાથી વધુ અવાજમાં ગીત સાંભળે તો તે બહેરાપણાનો શિકાર બની શકે છે. મનુષ્યની કાનોની સાંભળવાની ક્ષમતા 90 ડેસિબલ હોય છે. સતત કલાકો સુધી ગીતો સાંભળવાની આદતને કારણે કાનની સાંભળવાની ક્ષમતા ઘટીને 40 થી 50 ડેસિબલ થઈ જાય છે.આવી સ્થિતિમાં વ્યક્તિ દૂરનો અવાજ સાંભળી શકતો નથી.

કાનનું ઈન્ફેકશન

આ આદતને કારણે કાનનું ઈન્ફેકશન થવાની શક્યતા વધી જાય છે. લાંબા સમય સુધી ઈઅરફોનનો ઉપયોગ કરવાને કારણે કાનની સાંભળવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. ન માત્ર કાનની તકલીફ પરંતું વ્યક્તિ માનસિક બિમારીઓનો પણ ભોગ બનવું પડી શકે છે. ડૉકટરોના મતે કાનમાં ટન ટનની અવાજ આવી, ચક્કર આવવા, ઊંઘ ન આવવી, માથા અને કાનમાં દુ:ખાવા સહિતની સમસ્યા થઈ શકે છે.

માથાનો દુ:ખાવો

ઈઅરફોનમાંથી નીકળતી વિદ્યુત ચુંબકીય તરંગોની અસર વ્યક્તિના મગજ પર થાય છે. સતત ઈઅરફોન ભરાઈને વાતો કરવી કે ગીતો સાંભળવાની આદતને કારણે માથાનો દુ:ખાવો થાય છે કે ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે. ઘણા લોકોને ઈઅરફોન ભરાવીને ફિલ્મો કે સિરીઝ જોવાની આદત છે તેમને પણ અનિંદ્રાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ઉપાય

કાનથી જોડાયેલી સમસ્યાથી બચવા માગો છો તો ઈઅરફોનનો જરૂર પડે તો જ ઉપયોગ કરે. ગીતો સાંભળો તો અવાજ ધીમો રાખો. સારી ગુણવત્તાના ઈઅરફોન વાપરો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar