રાપર: કચ્છની ધરતી આજે વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના શક્તિશાળી આંચકાથી ધ્રુજી હતી. શુક્રવારે સવારે 4:30 વાગ્યે આવેલા 4.6ની તીવ્રતાના ભૂકંપે ગાઢ નિંદ્રામાં સૂતેલા લોકોને જગાડી દીધા હતા. ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે લોકો ભયના માર્યા પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યાં હતા.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના જણાવ્યાં અનુસાર, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા નોંધાઈ હતી. કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ (WSW) દિશામાં ગેડી ગામ નજીક નોંધાયું હતું. આ આંચકો જમીનથી માત્ર 9 કિલોમીટરની ઊંડાઈએ સર્જાયો હતો. ઓછી ઊંડાઈ હોવાને કારણે તેની અસર રાપર, ભચાઉ, અંજાર અને ગ્રામીણ વિસ્તારોમાં વધુ અનુભવાઈ હતી.
કચ્છ જિલ્લો સિસ્મિક ઝોન-5માં આવતો હોવાથી અહીં નાના-મોટા આંચકા આવવા સામાન્ય છે, પરંતુ 4.6ની તીવ્રતાનો આંચકો પ્રમાણમાં શક્તિશાળી ગણાય છે. આ આંચકાએ સ્થાનિક લોકોમાં 2001ના ભૂકંપની ભયાનક યાદો તાજી કરી દીધી હતી. જોકે, સદનસીબે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ કે જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
An earthquake of magnitude 4.4 struck Kachchh, Gujarat, at 4:30 am IST today: National Centre for Seismology pic.twitter.com/2BUK6jIP1I
— Press Trust of India (@PTI_News) December 26, 2025
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
નકલી પનીર અને બટર સામે મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ બાદ ગુજરાતે એનાલોગ પનીર પર પ્રતિબંધ | 2026-08-06 08:44:41
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22 બાળકોનાં મોત | 2026-08-04 08:36:39