(demo pic)
રાજકોટ: મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધતી 36 વર્ષીય મોડેલિંગ આર્ટિસ્ટ સાથે પ્રેમજાળ રચી, રૂ.100 ના સ્ટેમ્પ પેપર પર લગ્નનું નાટક કરી દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના કહેવાતા બિલ્ડરે શારીરિક શોષણ કર્યા બાદ પરિવાર લગ્ન નહીં સ્વીકારે તેમ કહી યુવતીને તરછોડી દીધી હતી અને વિરોધ કરતાં અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.
મોડેલ યુવતીને ચાર વર્ષ પહેલાં બનેલી પ્રોફાઇલ પર એક વર્ષ અગાઉ વડોદરાના પાર્થ વિજયભાઈ પરીખે સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતે અપરિણીત હોવાનું અને કન્સ્ટ્રક્શન તેમજ કોલ્ડ સ્ટોરેજ બિઝનેસમાં ભાગીદાર હોવાનો દાવો કર્યો હતો. યુવતીએ પોતે અનુસૂચિત સમાજમાંથી આવતી હોવાની સ્પષ્ટતા કરી છતાં પાર્થે પરિવારે આ બાબતે કોઈ વાંધો ન હોવાનો ભરોસો આપ્યો હતો.
પાર્થ અવારનવાર રાજકોટ આવી યુવતીને અમદાવાદ શૂટિંગ માટે કારમાં લઈ જતો હતો. ગત 21 માર્ચે મોડું થવાનું બહાનું કાઢી શાપર સ્થિત લોર્ડ્સ ઇકો ઇન હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં લગ્નની લાલચ આપી યુવતીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા.
આરોપી વાપી જઈ યુવતીના પરિવારજનોને પણ મળ્યો હતો અને લગ્નની ખાતરી આપી હતી. ત્યારબાદ 11 ઓગસ્ટે વાપીથી યુવતીને વડોદરા લઈ જઈ રૂ.100 ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું તૈયાર કરાવ્યું હતું. અત્યારે રજિસ્ટર મેરેજ કરી લઈએ, પછી સામાજિક વિધિ કરીશું કહી વોટ્સએપ પર એક કથિત મેરેજ સર્ટિફિકેટ મોકલી દીધું હતું. આ દરમિયાન આરોપીએ અલગ-અલગ સ્થળે શારીરિક શોષણ કરી અંગત પળોના વીડિયો-ફોટા કેમેરામાં કેદ કરી લીધા હતા.
યુવતીએ વિધિવત સામાજિક લગ્નની તારીખ નક્કી કરવા દબાણ કરતાં પાર્થે અસલી રંગ બતાવ્યો હતો. જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો ઉચ્ચારી સંબંધ તોડી નાખ્યો હતો. યુવતીએ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપતાં પાર્થે અંગત પળોના ફોટો-વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરી દેવાની ખુલ્લી ધમકી આપી હતી.
પીડિતાની ફરિયાદના આધારે રાજકોટ બી ડિવિઝન પોલીસે વડોદરાના બિલ્ડર પાર્થ પરીખ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
કેનેડાના PR મળતાં જ પતિ બદલાઈ ગયો, અપ્રાકૃતિક સંબંધ બાંધીને વીડિયો ઉતાર્યા | 2026-10-06 17:10:21
પારુલ યુનિવર્સિટીએ ટાઇમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2027 માં આંતરરાષ્ટ્રીય સ્તરે કર્યો પ્રવેશ, ગુજરાતની એક માત્ર યુનિવર્સિટી બની | 2026-10-06 15:50:58
પારુલ આયુર્વેદ હોસ્પિટલના માધવબાગ યુનિટમાં આયુર્વેદિક પંચકર્મ દર્દીઓને હૃદયની સારસંભાળની સફરમાં મદદ કરે છે | 2026-10-06 15:40:03
પારુલ યુનિવર્સિટીમાં લૉ ફેસ્ટ સંવિધાન પે ચર્ચા 4.0, જજો અને કાયદાકીય નિષ્ણાંતોએ બંધારણ પરની આ ચર્ચાનું નેતૃત્વ કર્યું | 2026-10-06 15:33:51
આ ક્લાસ- 1 અધિકારીએ 59 વર્ષની ઉંમરે 40 હજાર રૂપિયાની લાંચ લીધી અને ACB ના હાથે ઝડપાઇ ગયા | 2026-10-06 12:22:22
રાજકોટમાં કંપાવનારી ઘટના: તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય | 2026-10-09 18:00:15
રાજકોટઃ ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપીને શિક્ષકે 14 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું | 2026-10-02 17:38:12
રાજકોટના વાવડીમાં ક્રેનની ઠોકરે યુવકનું કમકમાટીભર્યું મોત: ટક્કર બાદ ચાલકે રિવર્સ લેતાં ક્રેન નીચે કચડાઇ ગયા | 2026-09-29 17:54:58
ગોંડલ પાસે અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત, 13 વર્ષનો માસૂમ વ્રજ પણ ન બચી શક્યો | 2026-09-27 15:45:48