ગરમીમાં સાવચેતી રાખવા લોકોને અપીલ
જરૂર વગર ઘરની બહાર ન જવું અને પાણી વધારે પીવું
અમદાવાદઃ અમદાવાદ, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં અત્યારે સૂર્યદેવતા આકરા પાણીએ છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને સુરતમાં 11 મેના રોજ સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો, અને આ ગરમીએ એક આશાસ્પદ યુવકનો જીવ લીધો છે.
બિહારના ગોપાલગંજથી સુરતના સચિન વિસ્તારમાં રોજીરોટી કમાવવા આવેલા 28 વર્ષીય અનુજકુમારનું હીટસ્ટ્રોકને કારણે મોત નીપજ્યું હતું. 11 મેના રોજ જ્યારે સુરતનું તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ (સામાન્ય કરતા 6.8 ડિગ્રી વધુ) હતું, ત્યારે પાલીગામમાં મશીન રિપેરિંગનું કામ કરતી વખતે અનુજકુમાર અચાનક ઢળી પડ્યો હતો. તેના ભાઈ કુંદન કુમારની નજર સામે જ તેણે દમ તોડ્યો હતો. તબીબોના પ્રાથમિક અનુમાન મુજબ, અતિશય ગરમી અને ડિહાઇડ્રેશનને કારણે હૃદય પર દબાણ વધતા તેનું મૃત્યુ થયું હતું.
ગરમીનો ભોગ માત્ર શ્રમિકો જ નહીં, પણ ઘરમાં રહેતા વૃદ્ધો પણ બની રહ્યાં છે. વડોદરામાં 74 વર્ષીય કમુબેન પરમારને પોતાના ઘરે જ ગરમીના કારણે ગભરામણ થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલ લઈ જતાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
છેલ્લા ચાર દિવસમાં રાજ્યમાં ગરમી સંબંધિત બીમારીઓના આંકડા ચિંતાજનક છે. 4 દિવસમાં હીટ ઇલનેસના 32 કેસ નોંધાયા હતા. 11 મેના રોજ એક જ દિવસમાં 13 કેસ નોંધાયા હતા. સુરત અને ખેડામાં સૌથી વધુ 3-3 કેસ, જ્યારે અમદાવાદ, આણંદ, ભરૂચ અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ કેસો જોવા મળ્યાં હતા.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સુરતનું ભૂતિયા ડિમોલિશન પ્રકરણ: કમિશનર મીડિયાથી ભાગ્યા, માર્શલોની ઝપાઝપી | 2026-06-11 17:52:48
સુરતના ભૂતિયા ડિમોલિશનમાં થયો મોટો ધડાકો, જાણો નવી વિગતો | 2026-06-10 18:09:51
ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે ? સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 100 ગરીબોના ઘર તોડી જનાર મિસ્ટર ઈન્ડિયા કોણ ? | 2026-06-06 17:53:03
દક્ષિણ ગુજરાતને રૂ.18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ સુરતથી આપ્યો પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર | 2026-06-05 17:54:53