Thu,21 September 2023,9:16 pm
Print
header

નબળી પાચનક્રિયાથી પરેશાન છો તો ખાઓ સુપર ફૂડ ખજૂર, આ પણ છે સ્વાસ્થ્યના ફાયદા - Gujarat Post

ખજૂરનો સ્વાદ કોણે ચાખ્યો નહીં હોય, જે શરીરને અગણિત ફાયદાઓ આપે છે અને તેને સુપર ફૂડ કહેવામાં આવે છે. શરીરને લગતી કોઈ પણ સમસ્યા હોય દરેકનો ઉકેલ ખજૂર પાસે હોય છે. ડાયેટરી ફાઇબર, આયર્ન, પ્રોટીન, વિટામિન ડી અને નેચરલ શુગરથી ભરપૂર ખજૂરમાં ઘણા શારીરિક રોગોને દૂર રાખવાની શક્તિ રહેલી છે. ડાયાબિટીઝને લગતી સમસ્યા હોય કે હાર્ટની, ખજૂર એનીમિયાના ઇલાજમાં મદદરૂપ થાય છે.ખજૂરનું ઝાડ જે ઓછા પાણી અને ગરમ હવામાનમાં ખીલે છે,તે મોટાભાગે રણમાં જોવા મળે છે. ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા થાય છે.

ખજૂરમાં રહેલા પોષકતત્વો

ખજૂરમાં કેલરી ઓછી હોય છે.તેમાં વિટામિન સી,બી ઉપરાંત ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, એન્ટિ-ઓક્સિડન્ટ, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કોપર જેવા પોષક તત્વો હોય છે. શરીરમાં આ પોષક તત્વોની કમી હશે તો શરીર યોગ્ય રીતે કામ નહીં કરી શકે.

ખજૂરના ફાયદા

- ખજૂર ખાવાથી પેટ સાફ રહે છે.
- ખજૂર ખાવાથી મગજની કામગીરી સારી થાય છે.
- નિયમિત ખજૂર ખાવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે.
- ખજૂર ખાવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ મળે છે.
- ખજૂર ખાવાથી ડાયાબિટીસના રોગીઓ માટે લાભકારી બની શકે છે.
- ખજૂરથી હૃદયની તંદુરસ્તી સુધરે છે.
- શરીરને એનર્જી સાથે હાડકાંની તાકાત પણ મળે છે.
- એનિમિયા અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર થાય છે.
- ખજૂરથી વાળને લગતી તમામ પ્રકારની સમસ્યાઓથી છૂટકારો મળે છે. 

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar