Sun,08 September 2024,11:27 am
Print
header

આ ફળ પોષક તત્વો અને ઔષધીય ગુણોનો છે ભંડાર, ઘણા ગંભીર રોગોને દૂર રાખે છે

ફળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સામાન્ય રીતે આપણે કેરી, કેળા અને સફરજન જેવા ફળો ખાઈએ છીએ, પરંતુ તેમાંથી આપણને બધા પોષક તત્વો મળતા નથી. એક ફળ ડ્રેગન ફ્રૂટ છે જેમાં તમામ જરૂરી પોષક તત્વો મળી આવે છે. તે કોઈ સુપરફૂડથી ઓછું નથી કારણ કે તેમાં પોષક તત્વોની સાથે સાથે અનેક ઔષધીય ગુણો પણ હોય છે.

ડ્રેગન ફ્રુટ કેક્ટસ પરિવારનું ફળ છે. પોષક તત્વો અને ઔષધીય ગુણોને કારણે બજારમાં ડ્રેગન ફ્રૂટની ખૂબ માંગ છે. 100 ગ્રામ ડ્રેગન ફ્રૂટમાં લગભગ 9 મિલિગ્રામ વિટામિન સી, 0.43 મિલિગ્રામ વિટામિન બી3, 0.045 મિલિગ્રામ વિટામિન બી2, 0.65 મિલિગ્રામ આયર્ન, 36.1 મિલિગ્રામ ફોસ્ફરસ અને 8.8 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.

ડ્રેગન ફ્રૂટ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. સ્થૂળતા ઘટાડે છે. તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. પોષક તત્વો અને ઔષધીય ગુણોને કારણે આ ફળ સુપરફૂડની શ્રેણીમાં આવે છે. ડ્રેગન ફ્રૂટને છોલીને તેનો અંદરનો ભાગ ખાવામાં આવે છે અને તેમાંથી માત્ર 100 ગ્રામ જ ખાવું જોઈએ.

વધારે ખાવાથી તબિયડ બગડી થઈ શકે છે. આ ફળ મલેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ અને ઈઝરાયેલમાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. ધીરે ધીરે ભારતમાં પણ તેની ખેતી થઈ રહી છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar