Wed,24 April 2024,7:09 pm
Print
header

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ખાઓ ડ્રેગન ફ્રૂટ, જે બ્લડ સુગરને ઘટાડવામાં પણ છે અસરકારક- Gujarat Post

ડ્રેગન ફળ એક એવું ફળ છે જે ઘણા સ્વાસ્થ્ય લાભો આપે છે. આ ફળ મોટાભાગના ઉષ્ણ કટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે, પરંતુ આજે તે દરેક આબોહવાના વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ છે. જો તમે તમારા સ્વાસ્થ્ય માટે કોઈ કુદરતી વિકલ્પ શોધી રહ્યાં છો, તો પછી તમે ડ્રેગન ફ્રૂટ અજમાવી શકો છો. તેમાં ડાયેટરી ફાઈબર પુષ્કળ માત્રામાં હોય છે. પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને આયર્ન પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેના એક નંગમાં 136 કેલરી, 3 ગ્રામ પ્રોટીન, 29 ગ્રામ કાર્બ્સ, 7 ગ્રામ ફાઇબર અને 8 ટકા આયર્ન હોય છે. 

ડ્રેગન ફ્રૂટના ફાયદા

ડ્રેગન ફ્રૂટમાં ફ્લેવોનોઇડ્સ, ફોલિક એસિડ, બેટાસિઆનાઇન જેવા ઘણા એન્ટી ઓક્સિડેન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે, તમારા કોષોને નુકસાનથી બચાવે છે. ડ્રેગન ફ્રૂટ્સ ફેટ-ફ્રી અને વધુ ફાઇબર-સમૃદ્ધ હોય છે. આ કારણે તેના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને ભૂખ પણ લાગતી નથી. તેના સેવનથી બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ મળે છે. સંશોધન દર્શાવે છે કે તેનું સેવન ક્ષતિગ્રસ્ત કોષને સ્વાદુપિંડમાં ફેરવે છે, જે ઇન્સ્યૂલિન અને હોર્મોન્સ બનાવવામાં મદદરૂપ છે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

વિટામિન સી અને કેરોટીનોઇડ્સ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બંને એન્ટીઓક્સીડેન્ટ ડ્રેગન ફ્રૂટમાં જોવા મળે છે. તેથી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, તમારે તમારા આહારમાં ડ્રેગન ફ્રૂટનો સમાવેશ કરવો જ જોઇએ. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે તો બીમારીઓ થવાનું જોખમ ઘણી હદ સુધી ઘટી જશે. 

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar