Sat,20 April 2024,6:29 am
Print
header

હવે દુશ્મનો પણ કહી રહ્યાં છે કે ચીની વાયરસને લઈને હું સાચો હતો.. ડ્રેગન પર ટ્રમ્પનો ફરી પ્રહાર

વોશિંગ્ટનઃ કોરોના વાયરસને લઈને શરૂઆતથી જ ચીન પર પ્રહાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ડ્રેગનને આડે હાથ લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ ચીની વાયરસ જ છે. જે વુહાનની લેબમાંથી આવ્યો છે. અમેરિકા  અને વિશ્વમાં કોરોનાથી જે તબાહી થઈ છે તે માટે ચીને 10 ટ્રિલિયન ડોલરની ચૂકવણી કરવી જોઈએ. વિશ્વમાં પ્રથમ વખત ચીનના વુહાન શહેરમાંથી કોરોનાનો કેસ મળ્યો હતો

ફેસબુક-ટ્વિટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા ટ્રમ્પ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ ટ્રમ્પે એક નિવેદન બહાર પાડ્યું છે. સમાચાર એજન્સી મુજબ ટ્મ્પના દુશ્મનોએ પણ કહેવાનું શરૂ કર્યુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વુહાન લેબથી નીકળેલા ચીની વાયરસ અંગે સાચા હતા. ચીને અમેરિકા અને વિશ્વને કોરોનાથી મોત અને વિનાશ માટે 10 ટ્રિલિયન ડોલરની ચુકવણી કરવી જોઈએ.

વિશ્વના મોટાભાગના દેશોને કોરોનાની ઉત્પતિને લઈને ચીન પર શંકા છે એટલું જ નહીં હવે બાઈડેન સરકાર અને બ્રિટને પણ કોરોના વાયરસને લઈને નવેસરથી તપાસની માંગ કરી છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર દબાણ વધાર્યુ છે. 2019માં ચીનના વુહાન શહેરમાંથી કોરોનાનો પ્રથમ કેસ મળ્યો હતો ધીમે ધીમે વિશ્વના તમામ દેશોને અજગરી ભરડામાં લઈ લીધા છે અને હજુ સુધી તેના પર કાબુ મેળવી શકાયો નથી. બીજી તરફ અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ જો બાઇડેન પર વાઇરસની ઉત્પત્તિને જાણવા માટે સક્રિય છે આમ હવે ચીન સામે અમેરિકામાં રોષ વધી રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch