Wed,24 April 2024,12:53 am
Print
header

કૌભાંડી મેહુલ ચોકસીની જુઓ દુર્દશા, ડોમિનિકા પોલીસની કસ્ટડીની પહેલી તસ્વીર આવી સામે

કસ્ટડીમાં કેદ મેહુલ ચોકસીના હાથો પર ઈજાના નિશાન, તેની આંખો દેખાઇ રહી છે લાલ 

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકનું હજારો કરોડનું ફુલેકું ફેરવીને ફરાર થઇ ગયેલો  હીરા વેપારી મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકાની પોલીસની કસ્ટડીમાં છે, આરોપી અને ભાગેડું હીરા વેપારી મેહુલ ચોકસીની પહેલી જ એવી તસ્વીર સામે આવી છે જેમાં તે પોલીસ કસ્ટડીમાં છે. ચોક્સીનું શરીર ઉતરી ગયું છે, તેની આંખ પર સોજા છે તેના હાથ પર ઇજાના નિશાન પણ છે. તસવીરોમાં દેખાતો મેહુલ ચોકસી જેલના સળિયા પાછળ છે. 

મેહુલ ચોકસી 23 મેની સાંજે પાંચ વાગ્યે અચાનક પોતાના નિવાસસ્થાનથી કારમાં બેસીને ફરાર થઇ ગયો હતો પરંતુ થોડા સમય બાદ તેની કાર ત્યાં આસપાસ મળી આવી હતી. ત્યારબાદ તેના પરિજનો અને મેહુલ ચોકસીના ભારતમાં સ્થિત વકીલ વિજય અગ્રવાલ દ્વારા મીડિયા સહિત અન્ય એજન્સીઓને જણાવાયું હતુ કે તે એન્ટીગુઆથી ગુમ થઈ ગયો છે, જેથી તેઓ પરેશાન છે. આ ઘટના બાદ રોયલ પોલીસ ફોર્સે તેની શોધખોળ શરુ કરી હતી અને તે પકડાઇ ગયો છે. 

ચોક્સીએ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરીને મોટું કૌભાંડ કર્યું છે. જે રકમ બેંક ખાતામાં નાખવામાં આવી હતી તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. ચોકસીની વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરેલી છે. ભારતથી ફરાર હીરા કારોબારી મેહુલ ચોકસી એન્ટિગુઆના જોલી હાર્બર વિસ્તારમાં રહે છે. ત્યાર બાદથી ઇડી સહિતની ભારતની તપાસ એજન્સીઓ તેને પરત લાવવામાં લાગી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch