Sat,20 April 2024,12:15 pm
Print
header

હું પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ માંગુ છું, ડેપ્યુટી સીએમનું પદ સ્વીકાર્ય નથીઃ ડી કે શિવકુમાર

બેંગ્લુરુઃ કર્ણાટકનો રાજકીય ડ્રામા હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાર્ટી હાઈકમાન્ડ હજુ મુખ્યમંત્રી પદને લઈને કોઈ નિર્ણય લઈ શક્યું નથી. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બંને દિગ્ગજ નેતાઓ છે અને મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યાં છે. દરમિયાન હાઈકમાન્ડ માટે કોઈ એકને પસંદ કરવાનો નિર્ણય ઘણો મુશ્કેલ બની રહ્યો છે. ડીકે શિવકુમાર પણ મુખ્યમંત્રી પદને લઈને અડગ છે.

પક્ષમાં અઢી વર્ષની ફોર્મ્યુલાની પણ ચર્ચા થઈ હતી. ડીકે શિવકુમારે પણ આ અંગે શરત વ્યક્ત કરી છે. ડીકે શિવકુમારનું કહેવું છે કે જો આ સામાન્ય કરાર હોય તો પણ પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ મને અને બીજો સિદ્ધારમૈયાને મળવો જોઈએ. ડીકે શિવકુમાર કહે છે કે મને પહેલી ટર્મ આપવામાં આવે નહીંતર મારે કંઈ જોઈતું નથી. એ પરિસ્થિતિમાં પણ હું મૌન રહીશ.

ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ પદ માટે સ્પષ્ટપણે ના પાડી દીધી છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠક મળશે અને ત્યાર બાદ જ નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવશે. હાઈકમાન્ડે કહ્યું છે કે સિદ્ધારમૈયા કે ડીકે શિવકુમાર એકલા શપથ લેશે નહીં. તે સામૂહિક નેતૃત્વ છે. તેમજ શપથ લેવા માટે 8-10 મંત્રીઓ જરૂરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ હવે કર્ણાટકમાં વન મેન શો ઈચ્છતી નથી. આ તમામ મુદ્દાઓ પર હવે પાર્ટીના ટોચના નેતાઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

બંને નેતાઓ રાહુલ ગાંધીને મળ્યાં હતા

આ સિવાય કર્ણાટકમાં જીત બાદ દિલ્હી આવેલા કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

હવે વધુ 2-3 દિવસ લાગશે ?

તમામ ઝઘડા વચ્ચે કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે હાલમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિચાર કરી રહ્યાં છે. કોંગ્રેસ જ્યારે પણ નિર્ણય લેશે ત્યારે જાણ કરીશું. આગામી 48-72 કલાકમાં કર્ણાટકમાં અમારી નવી કેબિનેટ હશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch