Tue,23 April 2024,5:49 pm
Print
header

એક સમયના હાર્દિકના સાથી દિલીપ સાબવા રંગાયા ભાજપના રંગમાં, પેટાચૂંટણી વખતે જ કરી એન્ટ્રી

બોટાદઃ પાટીદાર અનામત આંદોલનમાંથી સમાજે જેમણે નેતાઓ બનાવ્યાં તે હવે રાજનીતિમાં એન્ટ્રી કરી રહ્યાં છે, નોકરીઓમાં અનામત માટેનું પાટીદાર સમાજનું આંદોલન હવે સમેટાઇ ગયું છે, ત્યારે હવે તેમાંથી છૂટા પડેલા નેતાઓ પોતાનું ભવિષ્ય ગોઢવી રહ્યાં છે. એક સમયના હાર્દિક પટેલના નજીકના દિલીપ સાબવાએ કેસરીયો ધારણ કરી લીધો છે, તેઓ બોટાદમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગોરધન ઝડફિયાની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા છે. 

દિલીપ સાબવાની સાથે ભાવનગર જિલ્લા કોંગ્રેસના નેતા નાનું ડાખરા પણ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ બંને નેતાઓને કેસરિયો ધારણ કરાયો હતો. અમે તમને જણાવી દઇએ કે દિલીપ સાબવાએ અમિત શાહની સામે ગાંધીનગર લોકસભામાં પણ ઉમેદવારી નોંધાવી હતી બાદમાં ફોર્મ પાછું ખેંચી લીધું હતુ અને હવે તેમને ભાજપમાં જ જઇને નવી ઇનિંગ્સની શરૂઆત કરી દીધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch